For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોઢવા-કોડીનાર રોડ પરની વાડીમાં સોમનાથના કલેક્ટર ત્રાટક્યા : રૂા. 15.83 લાખનું શંકાસ્પદ અનાજ સીઝ

12:11 PM Jul 29, 2024 IST | Bhumika
લોઢવા કોડીનાર રોડ પરની વાડીમાં સોમનાથના કલેક્ટર ત્રાટક્યા   રૂા  15 83 લાખનું શંકાસ્પદ અનાજ સીઝ
Advertisement

ગત તા. 27/07/2024 શનિવાર ના રોજ ખાનગી બાતમીદાર દ્વારા કલેક્ટર, ગીર સોમનાથ દિગ્વિજયસિંહ ડી જાડેજાને સરકારી અનાજનો મોટો જથ્થો ગેરવલ્લે થતો હોવાની બાતમી મળતા તેઓના હેઠળ સીધા માર્ગદર્શન જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ અને મામલતદાર સુત્રાપાડા ની ટીમ લોઢવા- કોડીનાર રોડ પર, 66 કેવી સબ સ્ટેશન પાસે મહેશ અરજણ ભોળા ની વાડીમા આવેલ ગોડાઉન પર ત્રાટકી હતી.

જીલ્લા પુરવઠા ટીમને સ્થળ પર GJ 14 X 8423 નંબર ના ક્ધટેનર (ટ્રક) માથી અનઅધિકૃત રીતે સંગ્રહિત અનાજનો જથ્થો મળી આવતા અને ગોડાઉનના માલિક મહેશ અરજણ ભોળા દ્વારા સંગ્રહિત જથ્થાની ખરીદ અંગેના કોઈ આધાર પુરાવા રજુ નહીં થતા અને પુરવઠા મેનેજર દ્વારા પ્રાથમિક રીતે સરકારી અનાજ હોવાનું જણાતાં તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. અનાજનો સદર જથ્થો શંકાસ્પદ જણાતાં ઘઉ (અંદાજિત 35 કિ.ગ્રા./કટ્ટા) - 375 કટ્ટા, બાજરો (અંદાજિત 35 કિ.ગ્રા./કટ્ટા) - 07 કટ્ટા, ઘઉ (કણકી) (અંદાજિત 35 કિ.ગ્રા./કટ્ટા) - 24 કટ્ટા મળી કુલ 406 કટ્ટા અનાજ( અંદાજિત 14,210 કિ.ગ્રા અનાજ) તથા ટ્રક-કંટેનર સહિત (અંદાજિત કુલ રૂા.15,83,670નો મુદ્દામાલ) સીઝ કરી, ગોરખમઢી - સુત્રાપાડા સ્થિત સરકારી ગોડાઉન ખાતે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ અરજણ ભોળા દ્વારા આ અનાજનો જથ્થો આકાશ ટ્રેસીંગ, પ્રાંચી માટે એકત્ર કરી પીપાવાવ પોર્ટ મારફતે મોકલવામાં આવનાર હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement