ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કલેક્ટર ડો. ઓમ પ્રકાશ એક્શનમાં : નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવામાં રાજકોટ જિલ્લો મોખરે

05:40 PM Jul 03, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ રાજ્ય સરકારની નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાની યોજના અંતર્ગત રેકોર્ડબ્રેક કામગીરી કરી છે, જેના કારણે રાજકોટ જિલ્લો આ કામગીરીમાં રાજ્યભરમાં મોખરે રહ્યો છે.

Advertisement

આ અંગે માહિતી આપતાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 1 ઓગસ્ટ, 2021 થી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 10,963 ફાઈલો માંથી 10,369 ફાઈલોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

ડો. ઓમ પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, આ કામગીરીને ઝડપી બનાવવા માટે તમામ તાલુકાઓના અધિકારીઓને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા હતા. જેના પરિણામે માત્ર ચાર દિવસમાં જ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ શકી.

હાલ જિલ્લામાં 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર 5% જેટલું કામ બાકી છે, જે મોટાભાગે રાજકોટ તાલુકા વિસ્તારનું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Tags :
Collector Dr. Om Prakashgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement