કલેકટર-DDO સ્કૂલ-આરોગ્ય કેન્દ્રમાં ત્રાટક્યા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદે આજે રાજકોટ નજીક આવેલા બામણબોર ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે પ્રાથમિક શાળા, આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. પ્રાથમિક શાળા વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને કોમ્પ્યુટર વિશે માહિતી આપી હતી. ત્યારબાદ, તેમણે મધ્યાહન ભોજન રસોડાની મુલાકાત લીધી હતી અને ભોજનની ગુણવત્તા તપાસી મધ્યાહન ભોજન માટે સ્લેબ વાળું રસોડું બનાવવાની સૂચના આપી હતી. વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજનમાં પૂરી અને શાકનો આનંદ માણ્યો હતો.તેમજ આંગણવાડીના રસોડામાં સુખડી અને ચણાના ભોજનની ગુણવત્તા પણ તપાસી હતી.
કલેક્ટર અને ડીડીઓએ શાળાના વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભણાવ્યા પણ હતા આંગણવાડીની મુલાકાત દરમિયાન બાળકોને અપાતા પૌષ્ટિક આહારની ગુણવત્તા તપાસી હતી. તેમણે બાળકો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે રમ્યા હતા.પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજનની વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લઇ ત્યાં સુવિધાઓનો અભાવ જોઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા અને તાત્કાલિક જરૂૂરી સૂચનાઓ આપી હતી. તાત્કાલિક ધોરણે જરૂૂરી સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને બે રૂૂમની વ્યવસ્થા, લેબોરેટરીની સુવિધા અને ડોક્ટરોની ખાલી જગ્યાઓ ભરવાની સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાનજિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સાથે ગ્રામ્ય પ્રાંત અધિકારી, ટીડીઓ અને ગ્રામ્ય મામલદાર સહિતના અધિકારીઓ હજાર રહ્યા હતા