રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોરવાવ ગામે 150 હેક્ટર પડતર જમીન ખુલ્લી કરાવતા કલેક્ટર

12:17 PM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજરોજ જિલ્લાના બોરવાવ ગામે આશરે 150 હેક્ટર ગૌચર અને સરકારી પડતર જમીન ખુલ્લી કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પડતર જમીનની અંદર 130 જેટલા આસામીઓ દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ની હાજરીમાં જ તબેલાની ભેંસોને ગૌચરમાં દબાણ કરી બેસેલા ખેતરમાં ખૂલ્લી છોડી દેવામાં આવી હતી. તદુપરાંત, કલેક્ટર દ્વારા હિરણ નદીના કિનારે ચેકડેમ પાસે બિન નંબરી સરકારી સર્વે નંબરમાં વૃદ્ધાશ્રમના નામે બિનઅધિકૃત રીતે બનાવેલ બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે કલેક્ટર ની સૂચના અનુસાર પાંચ ટીમોનું આયોજન કરી રેવન્યૂ વિભાગ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, એસીએફ ફોરેસ્ટ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ- કર્મચારીઓના સંકલનથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત, ઈંટ બનાવવાનું કારખાનું, ત્રણ રિસોર્ટ, પાંચ ગોળ બનાવવાના રાબડા, બે ઘાસ ભરવાના ગોડાઉન, છ સાદા ગોડાઉન સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, કલેક્ટર દ્વારા બોરવાવ આંગણવાડીની મુલાકાત પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ આંગણવાડીમાં કલેક્ટરની ગ્રાન્ટમાંથી બ્લોક નાંખવામાં આવેલ છે, જેનું પણ કલેકટરે નિરીક્ષણ કર્યું હતું.

Tags :
Borvav village]Collectorgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement