For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલ્ડપ્લેનું છપ્પરફાડ બુકિંગ, મિનિટોમાં જ 2 લાખ ટિકિટો વેચાઈ ગઈ

03:43 PM Nov 16, 2024 IST | Bhumika
કોલ્ડપ્લેનું છપ્પરફાડ બુકિંગ  મિનિટોમાં જ 2 લાખ ટિકિટો વેચાઈ ગઈ
Advertisement

ભારે ધસારાના કારણે બીજા દિવસે પણ શો યોજવાની સરપ્રાઈઝ જાહેરાત કરતા જ ફુલ, 8 લાખે વેઈટિંગ પહોંચ્યું

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી 2025ના રોજ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટ માટેનું બુકિંગ 16 નવેમ્બર ને શનિવારે બપોરના 12:00 વાગ્યાથી શરૂૂ થયું હતું. જેની તમામ ટિકિટ 45 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી.

Advertisement

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના પમ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સથ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોલ્ડપ્લેનો આ ચોથો શો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવાની જાહેરાત કરી છે.

બીજા શો માટે વેઇટિંગ બપોરે 12.45 વાગ્યે લાઇવ થયું હતું. બપોરે 1 વાગ્યાથી ટિકિટનું વેચાણ શરૂૂ થશે. એકવાર વેચાણ શરૂૂ થયા પછી, દરેક યુઝર અમદાવાદના તમામ શોમાં વધુમાં વધુ 4 ટિકિટ બુક કરી શકે છે.
બુક માય શો દ્વારા શુક્રવારે બપોરે ટિકિટના વેચાણની જાહેરાત કરાઈ હતી અને શુક્રવાર રાત સુધીમાં જ લગભગ 1 લાખ લોકોએ બુક માય શો પર ટિકિટની ખરીદીમાં રસ બતાવી દીધો હતો. આજ બપોર સુધીમાં આ આંકડો વધીને બે લાખને પાર થઈ જવાની શક્યતા હતી. પરંતુ માત્ર 45 મિનિટમાં બધી ટિકિટ વેચાય જતા 26મી જાન્યુઆરીએ બીજા શોની જાહેરાત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ દર્શકો માટે બનાવાયા છે. સ્ટેડિયમમાં લાઈવ કોન્સર્ટ માટેની કેપેસિટી 1 લાખ જેટલી છે તે જોતાં બુકિંગ શરૂૂ થયાની મિનિટોમાં જ તમામ ટિકિટો વેચાઈ જશે એવું લાગે છે. પોપ સિંગર દિલજીત દોસાંજના રવિવારે (17મી નવેમ્બર) ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનારા લાઈવ કોન્સર્ટના પાસ બ્લેકમાં 25 હજાર રૂૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે.

આવતીકાલના દિલજીત દોસાંજના કોન્સર્ટ માટે બ્લેકમાં ટિકિટનો ભાવ 25000 સુધી પહોંચ્યો
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવતીકાલે દિલજીત દોસાંજના શોમાં સિલ્વર અને ગોલ્ડ પાસ દ્વારા એન્ટ્રી અપાશે. આ બંને પ્રકારના પાસનું વેચાણ બુકમાય શો વેબસાઈટ અને ઓનલાઈન ઝોમેટો મારફતે થઈ રહ્યું છે. આ પૈકી સિલ્વર પાસની કિંમત 3000 રૂપિયા અને ગોલ્ડ પાસની કિંમત 5000 રૂપિયા છે. પરંતુ 3000 રૂપિયાની ટિકિટના 15 હજાર અને 5000 રૂપિયાની ટિકિટ 25,000 રૂપિયામાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગ્રૂપમાં વેચાણ થઈ રહ્યું છે. ઈડીનાં સૂત્રોનું કહેવું છે કે, આ પૈકી ઘણી ટિકિટો સાવ ફેક છે. દિલજીત દોસાંજની લોકપ્રિયતાનો લાભ લેવા માટે ધૂતારા ફેક ટિકિટો લોકોને વહેંચી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement