અમદાવાદમાં 25 જાન્યુ.એ કોલ્ડપ્લેનો સૌથી મોટો કાર્યક્રમ
કોલ્ડપ્લેના પ્રસંશકો માટે અમદાવાદના આંગણે આનંદની ઘડી આવી પહોંચી છે. સંગીતના શોખીનો તરફથી થયેલી ભારે માંગને ધ્યાનમાં લેતાં મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે અને બુક માય શોએ ભેગા મળીને જાહેરાત કરી છે કે તેના પમ્યુઝિક ઓફ ધ સ્ફિયર-વર્લ્ડ ટુર-2025થના એક ભાગરૂૂપે આગામી દિવસોમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમનો ચોથો મ્યુઝિકનો કાર્યક્રમ યોજાશે જે અગાઉ ક્યારેય ના યોજાયો હોય એવો સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે. કોલ્ડપ્લે બેન્ડે તેના આ કાર્યક્રમને પસૌથી મોટો સ્ટેડિયમ શોથ ગણાવ્યો હતો.
બેન્ડનો આ ચોથો કાર્યક્રમ 25 જાન્યુઆરીના રોજ યોજાશે અને તેના માટેની ટિકિટોનું વેચાણ 16 નવેમ્બરના રોજ બપોરના 12 વાગ્યાથી શરૂૂ થશે. અગાઉ જે ટિકિટોનું વેચાણ થયું હતું તે ટિકિટો ખુબ ઉંચા ભાવે કાળા બજારમાં વેચાઇ હતી એવા અહેવાલોના પગલે બેન્ડ તરફથી નવેસરથી જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ ખાતે આ બેન્ડની ટિકિટનો દર રૂૂ. 2500 થી લઇને રૂૂ. 35000 સુધીનો રખાયો હતો.
ગત સપ્ટેમ્બરનાં આ બેન્ડે ડી.વાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે તેના બે કાર્યક્રમ તારીખ 18 અને 19 જાન્યુઆરી-2025ના રોજ યોજાવાની જાહેરાત કરી હતી. આ બેન્ડના મ્યુઝિકની ખુબ માંગ થવાથી તેના દ્વારા 21 જાન્યુઆરીના રોજ ત્રીજા કાર્યક્રમને ઉમેરવામાં આવ્યો હતો.
અમદાવાદની તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી 25 જાન્યુઆરી-2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેન્ડ તેના સૌથી મોટા સ્ટેડિયમ કાર્યક્રમનું આયોજન કરશે. મ્યુઝિક ઓફ ધ સ્ફિયર-વર્લ્ડ ટુર-2025’ એમ બેન્ડ દ્વારા એક્સ ઉપર મૂકેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે. અનેક ગ્રેમી એવોર્ડ જીતનાર કોલ્ડપ્લે બેન્ડ તેના 1 લાખ જેટલાં પ્રસંશકોની સામે પોતાનો કાર્યક્રમ રજૂ કરશે જેના કારણે બેન્ડ માટે તેની કારકિર્દીમાં આ કાર્યક્રમ સૌથી મોટો સ્ટેડિયમ પ્રોગ્રામ બની રહેશે.
બેન્ડ તરફથી જાહેરાત થયા બાદ હજારો અમદાવાદીઓને એક નવી આશા બંધાઇ છે. કોલ્ડપ્લેના એક 29 વર્ષિય પ્રસંશક સિદ્ધાર્થ ગેમાવતે કહ્યું હતું કે કોલ્ડપ્લે તેના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે તે જાણીને મારામાં ઉત્સાહ અને રોમાંચ ફેલાઇ ગયો છે, અને અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો છે. બેન્ડના છેલ્લાં 3 કાર્યક્રમ દરમ્યાન બુક માટે શો ઉપર ટિકિટના જે કાળાબજાર થયા હતા એવી ઘટનાનું પુનરાવર્તન હવે નહીં થાય અને અમને આસાનીથી ટિકિટો મળી રહેશે એવી હું આશા રાખું છુંએમ ગેમાવતે ઉમેર્યું હતું.