ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટા

03:26 PM Feb 06, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી એક વખત સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે અને લોકો ગરમ કપડામાં વિંટળાયેલા જોવા મળી રહ્યા છે. હાલ સવારે ઠંડી અને દિવસે ગરમી જેવી ડબલ ઋતુથી મચ્છરોના ઉપોદ્વ પણ ભયંકર હદે વધ્યો છે. અને તાવ-શરદી-ઉઘરસરના સીજનલ રોગચાળામાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

રાજયમાં વાતાવારણને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે,ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે સાથે સાથે હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે,અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે,સાથે સાથે આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે.
ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

Tags :
coldCold waveCold windsguajratgujarat newswinter
Advertisement
Next Article
Advertisement