ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચે
સૌથી ઓછું ડાંગમાં 15.8 સે તાપમાન નોંધાયુ, દિવસે હજુ ગરમી યથાવત
ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂૂઆત થતાં જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. આ ઘટાડાને કારણે દિવસનું વાતાવરણ પણ ખુશનુમા અને ઠંડું બની રહ્યું છે. દિવસ દરમિયાનની ગરમીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ સહિત અનેક શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.cથી 50C જેટલું ઓછું નોંધાયું હતું. આ ઘટાડો સ્પષ્ટ સંકેત આપે છે કે રાજ્યમાં દિવાળી પછીની ઠંડી જામી રહી છે.
જોકે, રાત્રિના લઘુત્તમ તાપમાનમાં રાજ્યમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. કેટલાક સ્થળોએ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું, તો કેટલાક સ્થળોએ ઠંડીનો પ્રકોપ વધ્યો. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ડાંગ ખાતે 15.5C નોંધાયું, ડાંગ ગુજરાતનું સૌથી ઠંડું સ્થળ રહ્યું. અમરેલી-બરોડા (16.6સે) અને ગાંધીનગર (16.5સે)પણ રાત્રે ઠંડી સારી રીતે અનુભવાઈ હતી.
આનાથી વિપરીત, ઓખા (24.C) માં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં -0.7 સે નીચું રહ્યું, જે દર્શાવે છે કે અહીં રાત્રિની ઠંડીની તીવ્રતા ઓછી રહી છે. તેવી જ રીતે, દીવમાંં પણ લઘુત્તમ તાપમાન 20.8 હતું, જે સામાન્ય કરતાં 73.3સે વધારે હતું.
ગઇકાલે મહત્તમ તાપમાનમાં સૌથી મોટો ઘટાડો વેરાવળ ખાતે નોંધાયો, જ્યાં 29.30C તાપમાન સાથે સામાન્ય કરતાં -5.3ઓઈ નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પોરબંદર (30.5ઓઈ) માં પણ તાપમાન સામાન્ય કરતાં -4.9ઓઈ નીચે ગયું.
કયા શહેરમાં કેટલું તાપમાન
ડાંગ 17.0
નલિયા 16.2
ડિસા 16.3
ગાંધીનગર 16.5
અમરેલી 16.6
બરોડા 16.6
અમદાવાદ 17.0
રાજકોટ 18.5
ભુજ 18.8
ભાવનગર 20.2
