ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલથી ઠંડીનો રાઉન્ડ, માસાંતે હાજા ગગડાવશે

04:39 PM Nov 06, 2025 IST | admin
Advertisement

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ (માવઠા)નો માહોલ શાંત પડતાં હવે હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા બેવડી ઋતુના અનુભવ વચ્ચે, હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને નવેમ્બર મહિનાના ઉત્તરાર્ધથી ગુજરાતમાં શિયાળાની અસલ શરૂૂઆત થશે.વહેલી સવારે અને મોડી રાત્રે રાજકોટ સહીત અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રીની આસપાસ નોંધાવાની શક્યતા છે.

Advertisement

હાલમાં સવાર-સાંજ હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે ગરમીનું પ્રમાણ હજી પણ જળવાઈ રહ્યું છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 7 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને રવિ પાક માટે સારા વાવેતરની સ્થિતિ બનશે. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની શક્યતાઓ છે, જેની અસરને કારણે ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન ઘટશે અને ઠંડા પવનોનો અનુભવ થશે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રીની આસપાસ નોંધાતાં ઠંડીનો ચમકારો વધશે. નવેમ્બરના અંત સુધીમાં આ પારો વધુ ગગડશે. હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની અને વરસાદ કે ભારે પવનની કોઈ ચેતવણી ન હોવાનું જણાવ્યું છે.

Tags :
coldgujaratgujarat newswinter
Advertisement
Next Article
Advertisement