ઠંડીએ પ્રથમ ભોગ લીધો, માંગરોળમાં ઠુંઠવાઇ જવાથી માછીમાર યુવકનું મોત
રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રિના સમયે બોટ ઉપર સૂતેલા એક યુવાનનું કાતીલ ઠંડી લાગી જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક કારણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું છે.
માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના દસ્તાવેજો મુજબ, મૃતક યુવાનની ઓળખ ધીરુભાઈ ભીમભાઈ બાંભણીયા (ઉંમર આશરે 30 વર્ષ) તરીકે થઈ છે. ધીરુભાઈ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રામેશ્વર ગામના રહેવાસી હતા. આ ઘટનાની જાણ મૃતકના ભાઈ રાજુભાઈ ભીમભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવી હતી.
માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ડી.એચ. કોડીયાતર અને પો. કોન્સ્ટેબલ કે.ડી. જાડેજા દ્વારા યુવાનના મોત અંગે પોલીસ કાર્યવાહી શરૂૂ કરાય છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મૃતક રાત્રિનાા સમયે બોટમાં સૂતા હતા અને તે દરમિયાન ખૂબ જ ઠંડી લાગી જવાથી તેમનું કરુણ મૃત્યુ થયું છે. શિયાળાની ઋતુમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ખુલ્લામાં કે બોટ પર સૂતી વખતે પૂરતી ગરમી જાળવવી અને ઠંડીથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂૂરી છે. પોલીસે આ યુવાનના મૃત્યુના ચોક્કસ કારણ જાણાવા કરવા માટે આગળની તપાસ હાથ ધરી છે.