For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બુધવારથી ઠંડીનો ચમકારો, માવઠાની મોકાણના એંધાણ

03:59 PM Dec 01, 2025 IST | Bhumika
બુધવારથી ઠંડીનો ચમકારો  માવઠાની મોકાણના એંધાણ

દક્ષિણ-પૂર્વથી પૂર્વ દિશામાંથી આવતાં ગરમ પવનો અને હવામાં વધેલાભેજને કારણે તાપમાન ઉંચું છે. પણ આજથી ઉત્તર-પશ્ચિમી પવન શરૂૂ થતાં તાપમાન ધીમે ધીમેઘટવાની શક્યતા છે. ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ ઠંડીનો ચમકારો થઇ શકે છે. તાપમાનમાં ઘટાડો આવતા ઠંડી અનુભવાશે. હવામાન વિભાગે આગાહી આપી છે કેઆજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન છે. 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી આપવામાં આવી છે. આ દિવસો દરમિયાન વાતાવરણમાં બદલાવ આવશે અને ઠંડીની શરૂૂઆત થતી જોવા મળશે.

Advertisement

આગાહીકારઅંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 3 ડિસેમ્બર પછી ઠંડીનો સારો એવો અનુભવ થવાની શરૂૂઆત થઇ જશે..ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચુ આવવાની શક્યતા હોવાથી પંચમહાલ, મહિસાગર, સાબરકાંઠામાં ઠંડીમાં વધારો થશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીની અસર વધશે..આ તરફ સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં પણ ઠંડીનો દોર આવશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.તાપમાન ગગડવાની સાથે ફરીવારકમોસમી વરસાદની આફત આવે તેવી પણ આગાહી કરાઈ છે. 5 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાનીશક્યતાઓ છે. તો આવનારા દિવસોમાં હવામાનમાં બદલાવ આવશે..જેમાઠંડીની સાથોસાથ કમોસમી વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement