ગુજરાતમાં ઠંડીનો ચમકારો: તાપમાન 20 ડિગ્રી નીચે
ગાંધીનગરમાં 15.8 તાપમાન, વહેલી સવાર અને સાંજ પછી ઠંડીનો ચમકારો
ગુજરાતમાં હવે શિયાળો શરુ થયો હોય એમ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે. રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી પણ નીચું લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. જ્યારે કેટલાક શહેરોમાં 16 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન રહ્યું છે. આમ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રવિવારે દિવસ દરમિયાન 15.8 ડિગ્રીથી લઈને 25.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું.
નવેમ્બર મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ રાજ્યમાં ઠંડી પણ વધી રહી છે. રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રી નો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન 15.8 ડિગ્રીથી લઈને 25.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 25.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે શહેરમાં વહેલી સવારે અને સાંજ પછી શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે વહેલી સવારે એકદમ ઠંડીનો ચમકરાનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે શિયાળો જામી ગયો હોય એવું લાગી રહ્યું છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમી અનુભવાય છે.
રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂૂ થવાના આડે થોડા દિવસો બાકી છે ત્યારે મોટાભાગે ડિસેમ્બર મહિનામાં શિયાળાની ઠંડી પડવાનું શરું થતું હોય છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર ગુજરાત ઉપર પડી રહી છે. અને ઠંડા પવનો પણ ફૂંકાવવાનું શરું થશે. જેની આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થઈ જશે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુતમ
તાપમાન તાપમાન
(ડિગ્રીમાં) (ડિગ્રીમાં)
અમદાવાદ 33.8 18.5
ડીસા 34.4 18.6
ગાંધીનગર 33.8 15.8
વિદ્યાનગર 34.1 20.8
વડોદરા 33.4 18.2
સુરત 34.4 23.4
દમણ 34.0 22.4
ભૂજ 34.3 19.7
નલિયા 33.4 16.8
કંડલા પોર્ટ 33.4 21.6
કંડલા એરપોર્ટ 34.2 17.9
અમરેલી 32.8 17.8
ભાવનગર 32.4 20.6
દ્વારકા 33.6 22.0
ઓખા 31.5 25.4
પોરબંદર 34.0 18.8
રાજકોટ 35.5 17.7
વેરાવળ 34.8 22.1
દીવ 34.6 19.3
સુરેન્દ્રનગર 35.0 19.6
મહુવા 33.6 18.1
કેશોદ 33.6 17.2