ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી નીચે
ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે.19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું છે જેમાં ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમદાવાદમાં 15.3 ડિગ્રી, મહુવામાં 14.3 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી, ડીસા અને રાજકોટમાં 15.5 ડિગ્રી, કંડલામાં 15.8 ડિગ્રી, દીવમાં 16.1 ડિગ્રી, સુરત અને સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી, પોરબંદરમાં 16.7 ડિગ્રી, દમણમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
