ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં તાપમાન 150સે. નીચે, દાહોદમાં 9.90સે.
01:54 PM Nov 19, 2025 IST | Bhumika
આગામી 4 દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે
Advertisement
ગુજરાતમાં ઠંડીમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે અને 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ ચાર દિવસ સુધી સરેરાશ લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.
ગત રાત્રિના દાહોદમાં 9.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. વર્તમાન સિઝનમાં ગુજરાતમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
Advertisement
અમદાવાદમાં ગત રાત્રિના 13.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે.
Advertisement