ઠંડીનો ચમકારો, નલીયામાં 10 અને રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન
મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 15સે. નીચે; ચાર દિ’ કોલ્ડવેવ જેવી ઠંડી લાગશે
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા શહેર સૌથી ઠુંડુ શહેર બન્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.
રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 13.0, ડીસામાં 12.8, અમરેલીમાં 12.0, રાજકોટમાં 13.2, ગાંધીનગરમાં 13.5, પોરબંદરમાં 13.4, અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે. સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે.આ પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની શક્યતા છે.પવનની ગતિ વધુ હોવાથી લઘુતમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ જારી રહેશે. ખેડૂતોને તેમના રવિપાકની જાળવણી માટે આ ઠંડું હવામાન સાનુકૂળ રહેશે, જોકે લોકોને ઠંડીથી બચવા માટે જરૂૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
કયાં કેટલું લઘુત્તમ તાપમાન?
શહેર તાપમાન (સે.)
નલીયા 10.0
અમરેલી 12.0
ડીસા 12.8
બરોડા 13.0
રાજકોટ 13.2
પોરબંદર 13.4
ગાંધીનગર 13.5
અમદાવાદ 13.8