રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોત

10:58 AM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કેશોદ નજીક બે કાર અથડાયા બાદ બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી, પરીક્ષા આપવા જતા છાત્રો ઉપર કાળ ત્રાટકયો

હાઇવે ઉપર પશુ આવી જતા કાર ડિવાઇડર ઠેકી સામેથી આવતી કાર સાથે અથડાઇ

જુનાગઢ-વેરાવળ હાઇવે ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિક્ષા આપવા જઇ રહેલા પાંચ વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. વિદ્યાર્થીઓને લઇને જઇ રહેલી એસેન્ટ હ્યુન્ડાઇ કાર આડે પશુ આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઇડર ઠેકી સામેથી આવતી સેલેરીયો કાર ઉપર ખાબકી હતી. જેના કારણે સર્જાયેલ અકસ્માતના સીએનજી ગેસથી સંચાલિત એસેન્ટ કાર અગનગોળો બની ગઇ હતી અને કારમાં સવાર પાંચ વિદ્યાર્થીઓ કારમાં જ ભડથુ થઇ ગયા હતા. જયારે હ્યુન્ડાઇ એસેન્ટ કારમાં રહેલા બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા. આ અકસ્માતના કારણે ઘટના સ્થળની બાજુમાં જ આવેલ ઝુંપડામાં પણ આગ ભભુકી ઉઠી હતી. જો કે ઝુંપડામાં રહેલા લોકો બહાર નિકળી જતા બચાવ થયો હતો.

સવારમાં કેશોદ અને વેરાવળ વચ્ચે આવેલ ભંડુરી ગામ નજીક સર્જાયેલ આ ભયાનક અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓએ ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફત ઘવાયેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને સારવાર માટે પ્રથમ માળિયાહાટીનાની હોસ્પિટલે લઇ જવાયા હતા. પરંતુ તમામના મોત નિપજયા હતા. આ ગોઝારી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.

આ અકસ્માતમાં એસેન્ટ ફોર વ્હીલ કાર નં. જીજે 11 એસ 4416માં કેશોદ તરફથી આવતા નકુલ વિક્રમભાઇ કુવાડીયા, ધરમભાઇ વીજયભાઇ, અક્ષત સમીરભાઇ દવે તથા અન્ય બે લોકો મોતને ભેટયા હતા. જયારે સેલેરીયો કાર નં. જીજે 11 સીડી 3004 માં બેઠેલા વિનુભાઇ રાજાભાઇ વાળા તથા રાજુભાઇ ડાભોર વાળાના મોત નિપજયાના પ્રાથમિક અહેવાલ મેળવાઇ રહયા છે.

આ ગોઝારા અકસ્માતની જાણવા મળતી પ્રાથમીક વિગતો મુજબ જૂનાગઢ-વેરાવળ હાઈવે પરના ભંડુરી ગામ પાસે આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ વિધાર્થી સહીત 7ના મોત થયા હતા. જૂનાગઢ-વેરાવળ હાઈવે ઉપર 2 કાર સામ સામે અથડાઈ હતી આ અકસ્માતમાં કારમાં રહેલ સીએનજીનો બાટલો ફાટતા પાંચ વિધાર્થીઓ આગમાં ભડથું થઇ ગયા હતા.આ બનાવ બાદ નજીકમાં આવેલ ઝુંપડામાં પણ આગ લાગી હતી. બનાવની જાણ થતા માળિયા પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડ અને 108નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ મૃતકોમાં તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા અન્ય કારમાં સવાર 2 લોકોના એક કુલ 7 લોકોના મોત થયા છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ તમામ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો કે જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ અંદર બેઠેલા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. પહેલા બે કાર વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ તેમા આગ લાગતા સીએનજી ગેસનો બાટલો ફાટયો હતો અને તેમાં કારમાં સવાર લોકોના મોત થયા હતા,કાર લોક થઈ ગઈ અને કારની અંદર બેઠેલા વિધાર્થીઓ બહાર નીકળી શકયા ન હતા અને મોતને ભેટયા હતા,ત્યારે પોલીસ મૃતદેહનું પીએમ કરાવશે અને ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,ફાયર વિભાગે પણ ઝૂંપડામાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ બનાવ બાદ જૂનાગઢ-વેરાવળ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

અકસ્માતમાં મોતને ભેટેલા હતભાગીઓના નામ
1) નકુલ વિક્રમભાઇ કુવાડીયા
2) ધરમશીભાઇ વિજયભાઇ
3) અક્ષતભાઇ સમીરભાઇ દવે
4) વિનુભાઇ રાજાભાઇ વાળા
5) રાજુભાઇ ડાભોર વાળા
તથા બે અજાણ્યા વિદ્યાર્થી

Tags :
CNG carCNG car firedeathgujaratgujarat newsJunagadhJunagadh NEWSJunagadh-Veraval highwayJunagadh-Veraval highway accident
Advertisement
Next Article
Advertisement