IAS વાઇવ્સ વેલ્ફેર એસો.ના ગરબામાં CMની આરાધના
04:55 PM Sep 25, 2025 IST | Bhumika
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા નવરાત્રી ગરબા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માં આદ્યશક્તિની આરતી આરાધના કરી હતી.
આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશનના પ્રમુખ અને મુખ્ય સચિવના પત્ની જ્યોત્સના જોષી અને મુખ્ય સચિવ પંકજ જોષી, વરિષ્ઠ સચિવઓ તેમજ એસોશિએશનના અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આ ગરબા ઉત્સવમાં ભાવ ભર્યો સત્કાર કર્યો હતો.
Advertisement
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડો. એ.પી.સિંઘ અને રાજ્ય સરકારમાં સેવારત અને નિવૃત્ત સનદી અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા ઉત્સવમાં સહભાગી થયા હતા. આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી પર્વમાં દર વર્ષે આઈ. એ. એસ. વાઈવ્સ વેલફેર એસા. દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
Advertisement