For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત

02:28 PM Nov 03, 2025 IST | admin
cm ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત  ખેડૂતો સાથે કરશે વાતચીત

Advertisement

રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે આજે બપોર બાદ આ જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે.

Advertisement

મુખ્યમંત્રી સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા તથા જુનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement