For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંગળવારે CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં, તિરંગા યાત્રાનું કરાવશે પ્રસ્થાન

05:59 PM Aug 08, 2025 IST | Bhumika
મંગળવારે cm ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં  તિરંગા યાત્રાનું કરાવશે પ્રસ્થાન

તા.12 ઓગષ્ટના રોજ સવારે 08:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શકયતા સુત્રો દ્વારા વ્યક્ત કરાઇ છે.

Advertisement

ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.12/08/2025 ના રોજ સવારે 08:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી તિરંગા યાત્રા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ તિરંગા યાત્રાનાં અનુસંધાને કાર્યક્રમ સ્થળ તથા રૂૂટની સ્થળ મુલાકાત દરમ્યાન મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સહાયક કમિશનરો, સિટી એન્જિનિયરો ઉપરાંત તથા તિરંગા યાત્રાના અનુસંધાને જવાબદારી સુપ્રત કરેલ લગત જુદીજુદી શાખાઓના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
આ મુલાકાત દરમ્યાન રૂૂટ પરના સ્ટેજ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ વ્યવસ્થા, રૂૂટ સફાઈ, લાઈટ્સ, સાઉન્ડ, સુરક્ષા, પાર્કિંગ, તિરંગા વિતરણ વગેરે તમામ બાબતોની મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને એજન્સીઓ સાથે કાર્યક્રમના સુચારૂૂ આયોજન માટે જરૂૂરી ચર્ચા કરવામાં આવેલ તેમજ સંબંધક અધિકારીઓને અને એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement