કાલથી રાજયભરમાં વાદળો ઘેરાશે, પવનની ગતિ વધશે
છેલ્લા બે દિવસથી ઠંડા પવનોના સુસવાટાના કારણે વાતાવરણમા ઠંડક જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે તા. 8 થી 10 સુધી ગુજરાતમા વાદળો ઘેરાવાની આગાહી કરવામા આવી છે. સાથોસાથ પવનની ગતિમા પણ વધારો થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 8થી 10 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં વાદળો ઘેરાયેલા રહેશે. રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો છવાઈ જશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં ઘેરા વાદળો જોવા મળશે.
મળતી માહિતી અનુસાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આગામી 8 થી10 ફેબ્રુઆરી સુધી વાદળો ઘેરાશે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ઘેરાશે વાદળો, ઉત્તર ગુજરાત અને પંચમહાલ માં ઘેરા વાદળો આવશે. રાજ્યના 8 ફેબ્રુઆરી સુધી પવનની ગતિ વધુ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાત માં 15 કી.મીની પવનની ગતિ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 16 કીમી પવનની ગતિ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં 8 ફેબ્રુઆરી સુધી પવનની ગતિ વધુ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 15 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેશે. મોટાભાગના વિસ્તારોમાં હળવા પવનનો અનુભવ થશે. વાદળો અને પવનની ગતિમાં ફેરફાર થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જરૂૂરી પગલાં લેવા જોઈએ.