મોરબીમાં પેટકોક વાપરતા 15 સિરામિક કારખાનાને કલોઝર નોટિસ, 10 લાખનો દંડ
મોરબીમાં સિરામિક ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે 900 જેટલી સિરામિક ફેકટરીઓ મોરબીથી વાંકાનેર અને મોરબી જીલ્લાના વિસ્તારમાં ધમધમી રહી છે 24 કલાક કારખાનામાં પ્રોડક્શન કામગીરી ચાલતી હોય છે જોકે સિરામિક ઉધોગકરો પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા હોવાથી જીપીસીબી ટીમે ચેકિંગ કરી 15 કારખાનાને ક્લોઝર નોટીસ ફટકારી છે અને દરેક કારખાનાને 15 લાખનો દંડ ફટકાર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.મોરબી સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે જોકે ઉંચી પડતર કિમતને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીન સામે હરીફાઈમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ હાંફી જતો હોય છે.
ટાઈલ્સ પ્રોડક્શનમાં સૌથી મોટું કોસ્ટિંગ ગેસનું હોય છે જેથી ગેસના મોટા બિલથી બચવા ઉદ્યોગકારો પેટકોક જે પ્રતિબંધિત છે તેનો વપરાશ કરતા હોય છે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં જીપીસીબીની ટીમો બનાવી વિવિધ વિસ્તારના કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 15 કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવામાં આવતો હતો જેથી ગાંધીનગર રીપોર્ટ કરી જાણ કરવામાં આવી હતી અને તમામ કારખાનાને ક્લોઝર નોટીસ આપવામાં આવી છે તેમજ દરેક કારખાનાને રૂૂ 15 લાખનો દંડ ફટકાર્યાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.