પ્રેમીએ સંબંધ તોડી નાખતા સફાઇ કામદાર મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું
શહેરના જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતી સફાઇ કામદર મહિલાએ જાગનાથ પ્લોટમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી છે. પ્રેમીએ સંબંધ તોડી નાખતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. જયારે હોસ્પિટલના બીછાનેથી મહિલાએ પ્રેમી રૂા.અઢી લાખ લઇ ગયાનો આક્ષેપ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતી અને મહાનગર પાલિકામાં વોર્ડ નં.7માં સફાઇ કામદાર તરીકે નોકરી કરતી મહિલાએ આજે સવારે જૂના જાગનાથ પ્લોટ શેરી નં.6માં હતી ત્યારે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેનેે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મહિલાના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા. તેના પતિનું 3 વર્ષ પહેલા અવાસાન થયા બાદ વોર્ડ.7માં તેની સાથે જન કામ કરતા દેવેન્દ્ર વાઘેલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગઇકાલે રાત્રે પ્રેમી ફોન કરી પ્રેમ સંબંધ તોડી નાખવાનુ કહેતા લાગી આવવાથી તેણીએ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. જયારે પ્રેમી દેવેન્દ્ર અત્યાર સુધીમાં તેની પાસેથી રૂા. અઢી લાખ લઇ ગયાનો આક્ષેપ કર્યો હતો.