બાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકી
અમદાવાદ બાદ બીજી ચોંકાવનારી ઘટનાથી ખળભળાટ
અમદાવાદ બાદ હવે મહીસાગર જીલ્લામા પણ વિધાર્થીએ નજીવી બાબતે અન્ય વિધાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે આ બનાવ મહિસાગર જીલ્લાનાં બાલાસિનોર શહેર બન્યો છે . જયા શહેરનાં તળાવ પાસેની એક સરકારી શાળાનાં વિધાર્થીઓ શાળામાથી સાંજે છુટયા બાદ બહાર નીકળી રહયા હતા જયા એક વિધાર્થીએ બીજા વિધાર્થીને ચપ્પુના ઘા મારી દીધા હતા.
આ ઘટનાની મળેલી પ્રાથમિક વિગતો અનુસાર બાલાસિનોરનાં તળાવ પાસે આવેલી સરકારી શાળામા આજે સાંજે પ વાગ્યે બાળકો છુટયા હતા અને ઘરે જઇ રહયા હતા. આ દરમિયાન ધોરણ 8 મા ભણતા બે વિધાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી જેમાથી એક વિધાર્થીઓ બીજાને નાના ચપ્પુથી હુમલો કરી ઘા ઝીકી દીધા હતા. જેથી તેની દવાખાનામા સારવાર કરાવવામા આવી હતી . આ બંને સગીરવિધાર્થીઓ એક જ કોમનાં છે. બાલાસિનોર પોલીસે હાલ આ મામલે તપાસ શરુ કરી છે.
પીડીત વિધાર્થીનો એક વીડીયો પણ સામે આવ્યો છે જેમા તે કહી રહયો છે કે એણે મને થપ્પડ મારી એટલે હુ તેને સામે થપ્પડ મારવા જઇ રહયો છે. આ દરમિયાન તેણે મને સ્કુલનાં ગેટ પાસે જ પકડી રાખ્યો અને ચપ્પુનાં ઘા મારી દીધા. વિધાર્થીનાં ખભા પર એક જગ્યાએ અને પેટનાં ભાગે બે જગ્યાએ ઇજાઓ થઇ હતી.
આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત વિધાર્થીનાં વાલી બાલાસિનોર ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમા જણાવાયુ છે કે ફરીયાદીનાં બાળક સાથે સામે વાળો વિધાર્થી મસ્તી કરવા આવતા ફરીયાદીનાં બાળકે મસ્તી કરવાની ના પાડી હતી જેથી સામે વાળો વિધાર્થી અચાનક ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો . ગાળો બોલવાની ફરીયાદનાં બાળકે ના પાડતા સામે વાળા વિધાર્થીએ ફરીયાદીનાં બાળકનાં બરડાનાં ભાગે માર માર્યો હતો જેથી તે સામે મારવા જતા સામે વાળા વિધાર્થીએ અચાનક તેનાં થેલામાથી ચપ્પુ કાઢી ફરીયાદીનાં બાળકને ડાબી બાજુનાં ખભા, બગલ, પેટ અને પેઢાનાં ભાગે ચપ્પાનાં ઘા મારી ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. સમગ્ર મામલે બાલાસિનોર પોલીસે વાલીની ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે.