For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો

06:10 PM May 07, 2025 IST | Bhumika
આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ   રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો

Advertisement

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિણામ આવતીકાલે (8 મે 2025) સવારે 08:00 કલાકે જાહેર કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે.

વિદ્યાર્થીઓ બુધવારે 8મી મેએ જાહેર થનારું ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં 8.92 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement