અમદાવાદના ખોખરામાં સતત બીજા દિવસે ભડકો, પોલીસનો લાઠીચાર્જ
સેવન્થ ડે સ્કૂલના છાત્રની હત્યાના વિરોધમાં ખોખરા-મણીનગરની 200 શાળાઓ બંધ, લોકોના ટોળાં ઉમટતા પોલીસ સાથે ઘર્ષણ
300થી વધુ વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા, પોલીસે રહેણાંક વિસ્તારોમાં ઘુસીને દેખાવકારોને માર માર્યાના આક્ષેપ, અનેકની અટકાયત
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.8ના છાત્રની તેજ શાળાના ધો.10ના છાત્રએ કરેલી હત્યાના આજે સતત બીજા દિવસે પડઘા પડ્યા છે અને આ ઘટનાના વિરોધમાં આજે ખોખરા તથા મણીનગર વિસ્તારની 200 જેટલી સ્કૂલો આજે સ્વયંભૂ બંધ રહી હતી.
બીજી તરફ આ ઘટનાના પગલે આવે સતત બીજા દિવસે પરિસ્થિતિ વણસી હતી. એન.એસ.યુ.આઇ. અને વાલીઓના ટોળા બજારો બંધ કરાવવા નીકળતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે ટોળાને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે સોસાયટીઓમાં ઘુસીને દેખાવકારોને માર્યાના આક્ષેપો થયા છે. તેમજ આ અંગેના વીડિયો પણ વાયરલ કરાયા છે. પોલીસે સલામતીના કારણોસર સેવન્થ ડે સ્કૂલની ફરતે 500 મીટરનો વિસ્તાર કોર્ડન કરી લીધો છે.
મદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. જે બાદ આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત VHPએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા-વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી હતી. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તો મણીનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે.
બંધના એલાન દરમિયાન બપોરના 12 વાગ્યા આસપાસ સેવન્થ ડે સ્કૂલ પર ફરી પરિસ્થિતિ વણસી હતી.
પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ કર્યો હતો. તો બીજી તરફ સ્કૂલે પહોંચેલા સિંધી આગેવાનોએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂૂપે સ્કૂલ બંધ રાખવા સૂચના આપી હતી. તો બીજી તરફ વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલ સંચાલકોએ મેસેજ કર્યો નહોતો. જેને પગલે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
સેવન્થ ડે સ્કૂલના ગેટ પાસે 300થી વધુ વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. અહીં તમામ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યાં હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા એક તરફનો રોડ બંધ થયો હતો. વિરોધ કરનારમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ હતી. લોકોએ પોલીસની દાદાગીરીનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરતા તમામ લોકોને પોલીસે દૂર કરતા સામેના રોડ ઉપર ભેગા થયા હતાં. હાલ પોલીસ સ્કૂલ પાસેથી લોકોને દુર કરી રહી છે. રોડ પર ફરીથી લોકો ભેગા થતા પોલીસે ગાડી બોલાવી ફરીથી અટકાયત શરૂૂ કરી હતી. આ ઉપરાંત યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આગેવાનોએ આક્ષેપ કર્યો હતોે કે, રહેણાંક વિસ્તારમાં પોલીસ ઘૂસી અને ઉભેલા તમામને અંદર પૂરીને લાઠીચાર્જ શરૂૂ કર્યો હતો. સમાજના અન્ય લોકો પણ સામેની બાજુએ આવી ગયા હતા. જ્યારે આઈ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈએ રહેણાંક વિસ્તારમાં જઈને લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન વાહન રેલી સ્કૂલ સામે પહોંચી હતી.
કોન્વેન્ટ સ્કૂલો ઉપર પ્રતિબંધ મૂકો, હિંદુ સેનાની માગણી
કર્ણાવતીની ક્રિશ્ચન મિશનરી દ્વારા ચાલતી સેવન્થ ડે સ્કૂલ માં એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ગુજરાતમાં કોન્વેન્ટ સ્કૂલ ઉપર પ્રતિબંધ મૂકવા અને તેમની શિક્ષણ પદ્ધતિ બંધ કરાવવા હિન્દુ સેનાની ગુજરાત સરકાર પાસે માંગણી છે. હિન્દુ સેના ગુજરાત ઉપાધ્યક્ષ વિનય શર્મા સ્થળ પર પહોંચી તપાસ કરતા વિગતે માહિતી મળી, જેને લઇ ગુજરાતમાં આવી સ્કૂલોને કાયમી ધોરણે બંધ કરાવી આપવા કોન્વેન્ટ સ્કૂલ ના સંચાલકો તેમજ પ્રિન્સિપાલોને હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે ખુલ્લી ચેતવણી આપી છે. જો આવા બનાવો વધવા પામ્યા તો હિન્દુ સેના શિક્ષણ વિભાગ પણ શાંત નહીં બેસે અને ન્યાય મેળવવા માટે કોઈપણ પગલાં લેવા માટેની તૈયારી બતાવશે. જરૂૂર પડ્યે શિક્ષણમાં શાસ્ત્રની સાથે શસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં હિન્દુ સેના ખચકાશે નહીં. જેથી ગુજરાતમાં હિન્દુ સેના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ખાતાને તેમજ સરકારશ્રીને વિનંતી સાથે અને કોન્વેન્ટ સ્કૂલના સંચાલકને ખુલ્લી ચેતવણી આપી રહી છે.