જૂનાગઢ તાલુકા સેવા સદનમાં બઘડાટી, નાયબ મામલતદાર પર ખુરશીના ઘા
દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે માથાકુટ થઇ, ફરજમાં રૂકાવટ અને ધમકી અંગે ગુનો નોંધાયો
જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના સમયે હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના બની હતી. વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાના મુદ્દે અધિકારીએ વધારાનું એફિડેવિટ માગતા એક વ્યક્તિ મામલતદારની ચેમ્બરમાં ધસી આવી લાકડાની ખુરશીનો ઘા કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે. નાયબ મામલતદાર ભાર્ગવભાઈ નવનીતભાઈ ધામેચા (ઉ.વ. 38)એ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવીભાઈ ઉર્ફે રવીન્દ્ર પ્રવીણચંદ્ર ચંદે વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, નાયબ મામલતદાર ધામેચા આજે બપોરના આશરે 12 વાગ્યાની આસપાસ ઓફિસે હજાર હતા. તેમની પાસે સર્કલ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ છે. આ સમયે તેમની ચેમ્બરમાં રવીન્દ્ર ચંદેના માણસો વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાની અરજી લઈને આવ્યા હતા. દસ્તાવેજોની ચકાસણી કરતા મામલતદારે જોયું કે, ગામ નમૂના નંબર 7માં પાણી લેવાના તથા રસ્તાના હક લખાયેલા હતા. પરંતુ દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ નહોતો. આ સ્પષ્ટતા કરવા માટે નાયબ મામલતદારે વધારાનું એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું.
આ બાબતે રવીન્દ્ર ચંદેને ફોન પર વાત કરવામાં આવતા તેમણે નાયબ મામલતદાર ધામેચા સાથે ફોનમાં વાત કરી હતી. જોકે, સમજાવવા છતાં તેઓ સમજ્યા નહોતા અને ફોન પર જ ધામેચાને જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને પહું તમને જોઇ લઈશથ તેમજ પઆર.ટી.આઇ. કરીશથ તેમવી ધમકી આપી હતી.
ફોન પરની ઉગ્ર બોલાચાલી બાદ થોડીવારમાં જ રવીન્દ્ર ચંદે ગુસ્સામાં મામલતદારની ચેમ્બરમાં ધસી આવ્યો હતો. તેણે આવેશમાં આવીને લાકડાની ખુરશી ઉઠાવીને નાયબ મામલતદાર ધામેચા પર ઘા કર્યો હતો. ખુરશીનો ઘા મામલતદારના હાથ અને શરીર પર લાગતા તેમને મૂંઢ મારની ઈજાઓ થઈ હતી. હુમલાખોર રવીન્દ્ર ચંદેએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારવા માટે આગળ વધતા ઝપાઝપી કરી હતી. ચેમ્બરમાં હાજર અન્ય કર્મચારીઓએ તથા સ્ટાફે વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા અને રવીન્દ્ર ચંદેને બહાર લઈ ગયા હતા.
ઝપાઝપી થતા ચેમ્બરમાં હાજર હરેશ કાચા, રમેશભાઈ કાપડીયા અને ઓફિસનો ઇ-ધરા સ્ટાફ દોડી આવ્યો અને બંનેને છૂટા પાડ્યા હતા. આ સમગ્ર ઘટના ચેમ્બરમાં લાગેલા ઈઈઝટ કેમેરામાં કેદ થઈ છે. નાયબ મામલતદાર ભાર્ગવભાઈ ધામેચાએ સિટી તલાટી આનંદકુમાર કાબા સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને રવીભાઈ ઉર્ફે રવીન્દ્ર ચંદે વિરુદ્ધ ફરજમાં રૂૂકાવટ, મૂંઢ ઈજા પહોંચાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.