હડિયાસણમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ
જામનગરમાં ગેરકાયદેસરનાં દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમ દ્વારા ગેરકાયદેસરનાં દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ છે.
આજે જોડિયાનાં હડિયાણા ગામે ડિમોલિશન હાથ ધરાઈ હતી. સરકારી જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી આસામી દ્વારા ગેરકાયદે કબ્જો કરાયો હતો, જેને દૂર કરાઈ રહ્યો છે. દરમિયાન, મનપાની ટીમ અને દબાણકારો વચ્ચે બોલાચાલીની ઘટના પણ બની હતી. જામનગરમાં જોડિયાના હડિયાણા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસરનાં બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરાઈ હતી. દાયકાઓથી જૂની ધર્મશાળા વિસ્તારમાં કોઈ આસામી દ્વારા ગેરકાયદે કબ્જો કરાયો હતો. તંત્રે જગ્યા ખાલી કરાવી બાંધકામ પર આજે જેસીબી સહિતની મશીનરીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધર્યું હતું. જો કે, ગ્રામજનો દ્વારા જગ્યા શૈક્ષિણક હેતું માટે ફાળવવા માંગ કરાઈ છે.
બીજી તરફ ડિમોલિશનની કામગીરી દરમિયાન, મનપાની ટીમ અને દબાણકારો વચ્ચે બોલાચાલીની ઘટના પણ બની હતી. દબાણગ્રસ્ત ઝૂંપડા હટાવવા મહાનગરપાલિકાની ટીમ ગઇ હતી. ત્યારે લોકો દબાણ હટવા તૈયાર ન થતા પોલીસે ચારની અટકાયત કરી હતી. તમામ ઝૂંપડાંઓ હટાવવા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ઝૂંપડપટ્ટી હટાવવા જતા મામલો બીચક્યો હતો.