રાજુલામાં પ્રેમ સંબંધ મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ લોકો ઘવાયા
સામ સામે 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી
રાજુલાના તત્વજ્યોતિ વિસ્તારમાં પ્રેમસબંધ મુદ્દે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સામસામે પથ્થરોના ઘા કરવામાં આવ્યા હતા અને લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને પક્ષે સામસામે 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.
રાજુલાના તત્વ જ્યોતિ વિસ્તારમાં રહેતા 17 વર્ષિય કિશોરે રોહીત અશોક સોલંકી, અમન કૈલાસ સોલંકી, અલ્પેશ કીશોર સોલંકી, બાદલ કૈલાશ સોલંકી, શૈલેષ અશોક સોલંકી, ગોપી કિશોર સોલંકી, સોનુ કિશોર સોલંકી, સતીષ કિશોર સોલંકી, સુજલ રાજુ સોલંકી, અશ્વિન બાબુ સોલંકી, સુનીલ મનસુખ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેના કાકાના દિકરા વિશાલ ધીરૂૂ ચૌહાણને સતીષ કિશોર સોલંકીના પત્નિ સાથે પ્રેમસંબધ હોવાથી તેનું મનદુ:ખ રાખી ગેરકાયેદસર મંડળી રચી ઝઘડો કર્યો હતો.
તેમજ તેને લોખંડનો પાઈપ ડાબા હાથ પર મારી દીધો હતો. છુટા પથ્થરોના ઘા કર્યા હતા. જ્યારે રોહિત અશોક સોલંકી (ઉ.વ.23)એ વિશાલ ધીરૂૂ ચૌહાણ, પ્રકાશ બાબુ ચૌહાણ, ધર્મેશ ધીરૂૂ સોંકી, મનોજ, ધીરૂૂ સોલંકી, સુનીલ ધીરૂૂ, અંકીત ધીરૂૂ સોલંકી, કીશોર બાબુ ચૌહાણ, રવિ શાંતી ચૌહાણ, હરેશ લાભુ ચૌહાણ અને અજય બાબુ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મોટા બાપુના દીકરાની પત્નિ સાથે વિશાલ ચૌહાણને પ્રેમ સબંધ હોય અને તેના મોટા બાપુના દીકરાનું લગ્ન જીવન બરબાદ કરતો હતો.
તે અને તેના પરિવારના સભ્યો વિશાલના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્યારે તલવાર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. તેમજ છુટા પથ્થરોના ઘા કર્યા હતા. તેના પિતાને ઈજા પહોંચી હતી. આ જુથ અથડામણમાં 5 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ હતી.
