વેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણ
વેરાવળ તાલુકાના સમોડા ગામ માં ચૂંટણી પછી સરપંચ ઉમેદવાર ના કાર્યાલય પાસે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પાંચ ને ઈજા થયેલ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને રાત્રી દરમ્યાન કોમ્બિગ હાથ ધરી 10 વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી છે.
ચમોડા ગામે મતદાન પૂર્ણ થયા બાદ બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. સાંજના સમયે સરપંચ પદના ઉમેદવાર સદામ ભાઈ ના કાર્યાલય નજીક આ બનાવ બનેલ જેમાં ઈજાગ્રસ્ત ગફાર મમદ રાઠોડ ના જણાવ્યા મુજબ, સામા પક્ષના લોકો ટોળું બનાવીને કાર્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમના સાળા સહિતના લોકોને વિવાદ ટાળવા માટે બાજુની ગલીમાંથી જવાનું સૂચન કરતાં, ટોળું ઉશ્કેરાયું અને કાર્યાલય પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પાંચ લોકોને ઈજા થયેલ જેમાં જલાલી રફીકશા હુશેનશા, રાઠોડ ગફાર મમન, રાઠોડ રેહાન રજાકભાઈ, રાઠોડ યુનુસ અબ્દ્રેમાન અને મુગલ મહમદ અલી ભાઈ નો સમાવેશ થાય છે.
જલાલી રફીકશાને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચમોડા ગામે સર્જાયેલી મારામારી સંદર્ભે ગફાર મામદ રાઠોડ ની ફરિયાદ આધારે પ્રભાસ પાટણ પોલીસે ચમોડા ગામના અમઝદ હુસૈન રાઠોડ, સાનું યુનુસ હાલા, મુનાવર દિલાવર રાઠોડ, યુનુસ અબ્દ્રેમાન રાઠોડ, અયુબ અબ્દ્રેમાન રાઠોડ, મહમદ અલી ઉર્ફે પીઠા મુગલ સહિતના ટોળાં વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો અન્યવે ગુન્હો નોંધી પોલીસ ઇન્સ. વી.એમ.પટેલ તેમજ સર્વેલન્સ સ્ટાફ દ્વારા રાત્રી દરમ્યાન કોમ્બિંગ હાથ ધરી 10 વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી છે.