મેયર અને MLA ડો.દર્શિતા શાહ વચ્ચે બબાલ
રેસકોર્સમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન રમેશભાઇ ટીલાળાના હસ્તે રાખતા દર્શિતા શાહ બગડ્યા
મારા મત વિસ્તારમાં મારો જ હક્ક, મેયરે પણ અરીસો બતાવ્યો
મહાનગરપાલિકાના કાર્યક્રમોમા નેતાઓ વચ્ચે બબાલો થવાની ઘટનામાં સતત વધારો થઇ રહયો હોય તેમ આજે રેસકોર્ષ ખાતે સ્વદેશી મેળાના ઉદ્ઘાટનમાં ઉદ્ઘાટક તરીકે ધારાસચભ્ય રમેશભાઇ ટીલાળાનું નામ લખાતા સંકલનની બેઠક બાદ મેયર અને ધારાસભ્ય દર્શિતાબેન વચ્ચે ભારે ચળભળ થઇ હોવાનું જાણવા મળે છે. વડિલો અને અન્ય રાજકીય નેતાઓની સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો અને દર્શિતાબેનને પોતાના પદનું ભાન થતાં તેઓએ મારે કોઇ દૂરાગ્રહ નથી અને વિવાદ નથી તેમ કહી વિવાદ ઠારવાનો પ્રયાસ કર્યો હતોે.
મહાનગરપાલિકાની સંકલનની બેઠક આજ રોજ મળેલ જેમાં ધારાસભ્યો અને મેયર સહિતના સભ્યોએ ભાગ લીધેલ હતો. બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે મેયર નયનાબેન પેઢડિયા સાથે માથાકૂટ ચાલુ કરી હતી.
ત્યા ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ આજે રોસકોર્ષ ખાતે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન થવાનું હોય આ કાર્યક્રમ મહાનગરપાલિકાનો હોાવથી મેયર દ્વારા આમંત્રણ પત્રિકા તૈયાર કરેલ જેમાં ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાનું નામ કેમ લખવામાં આવ્યુ તેમ કહી દર્શિતાબેને જણાવેલ કે, આ મારો વિસ્તાર છે અને રેસકોર્ષ આ વિસ્તારમાં આવે છે તો ઉદ્ઘાટન મારા હસ્તે કેમ નહીં તેમ કહી બોલવા લાગતા મેયરે જણાવેલ કે, સૂચના મુજબ મારે બધાને સાથે લઇને ચાલવુ પડે મે નિષ્ઠાથી મેયર પદ સુધીનુ કામ કર્ર્યુ છે. રેસકોર્ષ કોઇ એક મત વિસ્તાર ન કેવાય તેમા ચારેય ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ ઉદ્ઘાટન કરી શકે છે.
આમ દર્શિતાબેનને મેયરે મોઢેમોઢ જવાબ આપી દેતા થોડા સમય માટે ગરમા ગરમી સર્જાઇ હતી. ત્યારબાદ અન્ય લોકોએ વચ્ચે પડે સમાધાન કરાવતા દર્શિતાબેને નરમ પડી હવે મારે કોઇ જાતનો દૂરાગ્રહ કે વિવાદ નથી તેમ જણાવ્યુ હતું છતાં આ મામલો શહેર ભરમાં અને ભાજપના કાર્યકરોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.