For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોબીના વાંકે સિવિલ હોસ્પિટલમાં ધબાધબી, ઓપરેશનો અટકી પડયા

04:59 PM Jun 20, 2025 IST | Bhumika
ધોબીના વાંકે સિવિલ હોસ્પિટલમાં ધબાધબી  ઓપરેશનો અટકી પડયા
oplus_2097152

દસ દિવસથી વોશિંગ માટે કપડા લેવા નહીં આવતા મેલા કપડાંના થપ્પા લાગ્યા, ધોવા લઇ ગયો તે કપડા પરત આપવા આવતો નથી અને કોઇના ફોન પણ ઉપાડતો નથી

Advertisement

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાનગી એજન્સીનાં કારણે છાશવારે વિવાદમા આવી રહી છે ફરી એક વખત સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદનુ કેન્દ્ર બની છે જેમા ખાનગી એજન્સીનાં ધોબી દ્વારા 10 દિવસથી ઓપરેશન થિયેટરનાં કપડા ધોઇને પરત નહી આપતા મુશ્કેલી સર્જાય છે અને ઓપરેશન થિયેટરમા વપરાતા કપડાઓ પુર્ણ થતા હાલ ઓપરેશન સહીતની કામગીરી અટકી પડી હોવાનુ ચર્ચાઇ રહયુ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં સુત્રોનાં જણાવ્યા મુજબ અમદાવાદની સાહસ સોલ્યુશન એજન્સીને ઓપરેશન થિયેટરનાં કપડા ધોવાનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે એજન્સી દ્વારા સમયાંતરે ઓપરેશન થિયેટરનાં કપડા ધોઇને પરત આપી દેવામા આવતા હતા પરંતુ છેલ્લા દસ દિવસથી એજન્સીનો કર્મચારી ઓપરેશન થિયેટરનાં કપડા લઇ ગયો હતો ધોવા માટે પરંતુ દસ દિવસથી ધોવાયેલા કપડા પરત આપવામા આવ્યો નથી જેનાં કારણે મોટી મુશ્કેલીનુ નિર્માણ થયુ છે અને સતાધીશો પણ મુઝવણમા મુકાયા છે.

Advertisement

સિવિલનાં સુત્રોનાં જણાવ્યા મુજબ સાહસ સોલ્યુશન એજન્સીનો કર્મચારી કપડા લઇ ગયા બાદ પરત નહી આપતા છેલ્લા દશ દિવસથી ફોન કરવામા આવી રહયો છે છતા પણ કર્મચારી ફોન રીસીવ કરતો નથી અને સામે ફોન પણ કરતો નથી આ બાબતે એજન્સીને પણ જાણ કરવામા આવી હતી. છતા પણ કર્મચારીનો ફોન નો રિપ્લાય આવી રહયો છે. ઓપરેશન થિયેરટમા ઉપયોગમા લેવામા આવતા કપડા તમામ ઉપયોગમા લેવાઇ ગયા હોવાથી હવે તેનો ઉપયોગ થઇ શકે તેમ નથી જેના કારણે હાલ ઘણા દર્દીઓનાં ઓપરેશન અટકી ગયા છે અથવા પાછા ઠેલવવામા આવી રહયા છે. કપડાનાં અભાવે દર્દીઓને સહન કરવુ પડી રહયુ છે. અને સિવિલમા ઓપરેશન થિયેટરમા અંધાધુધીનો માહોલ જોવા મળી રહયો છે ઉપરાંત બીજા કપડાનાં પણ ગંજ ખડકાઇ ગયા છે.

નોટિસ ફટકારાઇ, બ્લેકલિસ્ટ કરવા સત્તાધીશોની તૈયારી
સિવિલનાં સુત્રોએ જણાવ્યુ હતુ કે દસ દિવસથી અમદાવાદની સાહસ સોલ્યુસન એજન્સીનો કર્મચારી ઓપરેશન થિયેટરનાં કપડા લઇ ગયા બાદ પરત નહી આવતા અગાઉ નોટીસ ફટકારી હતી પરંતુ તેનો જવાબ નહી મળતા ફાઇનલ નોટીસ ફટકારી બે દિવસમા જવાબ નહી આપવામા આવે તો એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવશે.

ઇમરર્જન્સી ઓપરેશન કરાયા, અન્ય દર્દીઓની સર્જરી પાછી ઠેલવાઈ
ઓપરેશન થિયેટરનાં દર્દી અને સર્જરી કરનાર ટીમનાં કપડા નહી હોવાથી હાલાકી પડી રહી છે ત્યારે હાલ જે ઇમરજન્સી જરૂર હોય તેવા દર્દીઓની સર્જરી કરાઇ છે જયારે અન્ય દર્દીઓની સર્જરી પાછી ઠેલવાય છે પરંતુ તે દર્દીઓની સમસ્યા વધી શકે તેમ હોય તાકીદેતેમની સર્જરી પણ કરવી પડે તેમ છે તેમ સુત્રોમા ચર્ચા થઇ રહી છે .

Advertisement
Tags :
Advertisement
Advertisement