For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ

05:19 PM Apr 14, 2025 IST | Bhumika
ડો આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ

જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામ વચ્ચે પોલીસે વાહનો આગળ લેવાનું કહેતા બબાલ, સમજાવટ બાદ મામલો થાળે

Advertisement

ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિને અનુલક્ષીને દલિત સમાજ દ્વારા રાજકોટ શહેરમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જિલ્લા પંચાયત ચોક પાસે પોલીસ કમિશનર કચેરી ની સામે પહોંચતા બાઈક ઉપર સ્ટંટ કરતા યુવાનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેને લઇ પોલીસ અને દલીત સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જો કે ત્યા હાજર પોલીસ સ્ટાફ અને દલીત સમાજના અગ્રણીઓએ મામલો શાંત પાડ્યો હતો.
શહેરમાં આંબેડકર જયંતિને અનુલક્ષીને આજે દલિત સમાજના યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં હાથમાં બાબા સાહેબના ફોટા સાથેના ઝંડા જોવા મળ્યા હતા. જો કે આ દરમિયાન રેસકોર્ષ રિંગ રોડ પર કેટલાક યુવકો બાઈક પર સ્ટંટ કરી રહ્યા હોય પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી થઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. તાત્કાલીક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. પોલીસ કમિશ્નર કચેરીની સામે જિલ્લા પંચાયત ચોકમાં યુવાનો રસ્તા પર બેસી ગયા હતા. જેથી DCP ઝોન 2 જગદીશ બાંગરવા અને ACP રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ અને પોલિસ સ્ટાફ તાત્કાલીક રેસકોર્ષ ખાતે દોડી ગયો હતો અને મામલો શાંત કરવા અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી.

ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલીને અટકાવવામાં આવતા થયેલી બબાલ મામલે યુવાન ગૌતમ બાબરીયાએ પોલીસકર્મીઓએ બળજબરી કરી હોવાનો આક્ષેપ કર્યો હગતો. પોતાના વાહનમાં નુકસાન કરાયાનો પણ આક્ષેપ કરાયો હતો. જો કે, ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પાડતા રેલી ફરી શાંતિપૂર્ણ આગળ વધી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement