For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારો, પોલીસ વચ્ચે ઘર્ષણ, 250ની અટકાયત

03:45 PM Feb 24, 2025 IST | Bhumika
ગાંધીનગરમાં ટેટ ટાટના ઉમેદવારો  પોલીસ વચ્ચે ઘર્ષણ  250ની અટકાયત

સત્યાગ્રહ છાવણીમાં અનેક ઉમેદવારો ઊમટયા, સરકારની લોલીપોપ નીતિ સામે ભારે રોષ, સૂત્રોચ્ચાર

Advertisement

ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે સોમવારે (24મી ફેબ્રુઆરી) આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચી રહ્યા છે. આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી. જેના પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. આ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા છે. ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોની અટકાયત સિલસિલો શરૂૂ કરી દીધો છે. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો ઘર્ષણના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લીધી છે.

છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલીએ ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી શિક્ષણમંત્રી ફેકુ છે તેવા સુત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

ઘણાં ઉમેદવાર મિત્રોને વય મર્યાદાનો પ્રશ્ન છે તેમજ પારિવારિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓ હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ ન હોઈ એટલે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તો ઉમેદવારો રીપીટ થતાં અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી અંગત રસ દાખવી શિક્ષણ વિભાગ સંબંધિત અધિકારીઓને 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા તેમજ ચાલુ ભરતીમાં શક્ય બને એટલો જગ્યા વધારા બાબતે સુચન કરી અમો ઉમેદવારોને ન્યાય અપાવે. તેવી માંગણી કરવામાં આવી છે.

24700 શિક્ષકોની ભરતી થશે, શિક્ષણમંત્રીની જાહેરાત
શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર 24700 શિક્ષકોની ભરતી કરશે. વધુમાં તેમણે કહ્યું કે શિક્ષકોને ભરતીને લઈને કેટલાક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ હવે સરકાર કમિટમેન્ટ આપ્યું છે તે મુજબ શિક્ષકોની ભરતી કરશે. શિક્ષકોની ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને ખાલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરાશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે કોઈની દોરવણીમા આવીને ઉમેદવારોએ આંદોલન ન કરવા જોઈએ. શિક્ષકોની ઘટ હતી અને તે પૂર્ણ કરવાને લઈને સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અને આ જાહેરાત મુજબ જ 24700 શિક્ષકોની ભરતી કરાશે. રાજ્ય સરકાર પોતાના કમિટેન્ટ મુજબ કામગીરી કરી રહી છે. હા, એ જરૂૂર છે કે અમુક કારણોસર ભરતી પ્રક્રિયામા વિલંબ થયો છે તેમજ આચારસંહિતાના કારણે પણ થોડું મોડું થયું છે.પરંતુ સરકાર દ્વારા હવે આ ભરતી પ્રક્રિયા શરૂૂ કરવાને લઈને સત્તાવાર કામગીરી પણ શરૂૂ કરી દેવાઈ છે.

VCE કર્મચારીઓના ધરણાં, પોલીસે કરી અટકાયત
સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના VCE ( વિલેજ કોમ્પ્યુટર સાહસિક-વિલેજ કોમ્પ્યુટર એંત્ર્યોપ્રિન્યોર) કર્મચારીઓના ધરણાં પ્રદર્શન યોજાયા છે. સરકારે આપેલી બાંહેધરી પૂર્ણ ના થતા VCE આંદોલનના માર્ગે ચાલ્યા છે. છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવા, પગાર ધોરણ લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ. લઘુત્તમ વેતન ધારો લાગુ કરવા, ઇ-ગ્રામ પોલિસી બદલી કરવાની માંગણી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી VCEનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરાઈ છે. ગુજરાતના મંત્રીઓ પણ માની રહ્યાં છે કે એક સમયે ગામમાં તલાટી ન હોય તો ચાલશે પણ ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ ન હોય તો કામ થાય નહીં. જો કે ગાંધીનગર પોલીસે ધરણા પર બેઠેલા તમામ વીસીઈ કર્મચારીઓની અટક કરી છે.

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માંગ
શિક્ષણ સહાયક (9થી12)નું પીએમએલ અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.

ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો.

અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારારૂૂપે સામેલ કરવામાં આવે.

ગત વર્ષ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારારૂૂપે સામેલ કરવામાં આવે.

ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવામાં આવે.

આરટીઆઇ મુજબ ધોરણ 1થી 5માં 31-5-25ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનાર શિક્ષક કુલ મળીને આશરે 21354 જગ્યા સામે માત્ર 5000ની ભરતી કેમ?

Advertisement
Tags :
Advertisement
Advertisement