ભુજ-અમદાવાદ ચાલતી નમો રેપીડ ટ્રેનનાં મહિલા કોચમાં પુરુષ મુસાફરો ચડી જતાં માથાકૂટ
ભુજ-અમદાવાદ વચ્ચે ચાલતી નમો ભારત રેપીડ રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ ટ્રેનમા ટિકિટ ચેકર ન આવતા ન હોવાની અને આરપીએફના સુરક્ષા કર્મચારીઓ પણ ન હોવાથી ઘર્ષણના બનાવો વધ્યા છે તેમાં હળવદ નજીક મુસાફરો વચ્ચે થયેલી મારામારીનો લાઇવ વિડિઓ સામે આવતા આખરે રેલ તંત્ર પણ દોડતું થયું છે ત્યાં ફરી બબાલની ઘટના સામે આવી છે.
સોમવારે અમદાવાદથી ટ્રેન પરત ભુજ આવતી હતી ત્યારે મહિલા માટેના રિઝર્વ કોચમાં પુરુષ મુસાફરો બેઠા હોઇ કોઈએ આરપીએફને જાણ કરતા સામખીયાળી સ્ટેશને આરપીએફ કર્મચારીએ પુરુષ મુસાફરોને અન્ય કોચમાં જવા કહેતા બોલાચાલી થઈ હતી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલીનો વિડિઓ પણ સામે આવ્યો હતો.આ પ્રમાણેની ઘટનાઓ પ્રિમિયમ રેલ સેવામાં મુસાફરોની સુરક્ષા અને સલામતી મુદ્દે પણ સવાલો ઉભા કરે છે.
દરમ્યાન ગતરોજ પ્રકાશીત અહેવાલને પગલે રેલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને ટિકીટ ચેકર અને સુરક્ષા કર્મચારી રાખવા બાબતે સંબધીતોને સૂચના અપાઈ છે તેમજ આપાત કાલીન સ્થિતિમાં રેલ હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરી શકાશે અથવા રેલ સેવામાં ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે કોચમા પણ ઇમરજન્સી સંપર્ક માટે બટન રાખેલા છે જે ક્લિક કરી પાયલોટ સાથે વાત કરી શકાય છે.ભુજ-અમદાવાદની પ્રિમિયમ રેલ સેવામાં વારંવાર બનતા ઘર્ષણના બનાવોને લઈને તાકીદે સુરક્ષા કર્મચારી મુકવા સાથે ટિકિટ ચેકર મુકવામાં આવે તે જરૂૂરી બની રહે છે.