સિવિલ હોસ્પિટલમાં ખૂદ સિવિલ સર્જન બન્યા દર્દી
દર્દીઓ વચ્ચે દોઢ કલાક બેસી આભાકાર્ડ સહિતની કામગીરીનો કર્યો જાત અનુભવ, સ્ટાફના વાણી-વર્તનનું સરપ્રાઈઝ ચેકિંગ
સૌરાષ્ટ્રનું હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલને ખરડાયેલી છબીને સુધારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ મોનાલી માકડિયા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં સિવિલસર્જન મોનાલી માકડિયાએ દર્દી બની કેસબારી સામે દર્દીઓ વચ્ચે બેસી દોઢ કલાક સુધી જાત અનુભવી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. ત્યારે ઘણા સમયથી સિવિલ હોસ્પિટલની છબી ખરડાઈ હોય તેમ સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેના સબંધીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અને તબીબી બેદરકારીના પણ અનેક વખત આક્ષેપો થયા છે. ત્યારે સિવિલ સર્જન મોનાલી માકડિયાએ સિવિલ હોિસ્પિટલની ખરડાયેલી છબીને સુધારવા મીશન હાથ ધર્યુ છે. જેને લઈને સિવિલ સર્જન અવાર નવાર સરપ્રાઈઝ ચેકીંગ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ સિવિલ સર્જન મોનાલી માકડિયાએ પણ રાત્રીના સમયે અચાનક હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
હાલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ પાસે આધારકાર્ડ હોય તો તેની સાથે આભાકાર્ડ કાઢી આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં એકથી પાંચ નંબરની કેસબારીમાં દર્દીઓના આભાકાર્ડ કાઢવામાં આવે છે ત્યારે છથી સાત નંબરની બારી ઉપર સાદા કેસો કાઢવામાં આવી રહ્યા છે. જો દર્દી પાસે આભાકાર્ડ હોય તો તેના અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી. તેવા હેતુથી આભાકાર્ડ કાઢવાનું ચાલુ કરાયું છે. પરંતુ આભાકાર્ડ કાઢવામાં સમય લાગતો હોવાથી દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતોહ ોવાની ચર્ચાએ જોર પકડયુ હતું. જે ચર્ચા સિવિલ સર્જન મોનાલી માકડિયા સુધી પહોંચતા મોનાલી માકડિયાએ આભાકાર્ડનીકામગીરીને લઈને દર્દીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા અને જાત અનુભવ કરવા મોનાલી માકડિયા ઓપીડી બિલ્ડીંગમાં આવેલી કેસબારી સામે દર્દીઓ વચ્ચે આશરે દોઢેક કલાક સુધી દર્દી બનીને બેઠા હતાં. અને આભાકાર્ડ સહિતની કામગીરીનો અને હોસ્પિટલના સ્ટાફની વાણી વર્તનનો સરપ્રાઈઝ ચેકીંગ કરી જાત અનુભવ કર્યો હતો.સિવિલ સર્જન મોનાલી માકડિયાએ દર્દી બનીને કરેલા જાત અનુભવ બાદ પોતાના સરપ્રાઈઝ ચેકીંગના દેખાયેલી ત્રુટીઓનું નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધર્યા છે.