રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલમાં દુખાવાની દવાનો દુકાળ

05:35 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ડાયકલોરીન ઈન્જેકશન 15 દિવસથી ખાલી, પેરાસીટામોલના ઈંન્જેકશન આપી ગબડાવાતું ગાડું

શહેરની સિવિલ હોસ્પિટલ વિવાદોથી બહાર આવ’તી જ નથી તેવું સાબિત થઈ રહ્યું છે. અહિં હવે દર્દીઓ દુ:ખાવો મટાઢવાની આશાએ સારવારમાં આવતાં હોય તો હાલ પુરતી આવી આશા ખોટી ઠરે તેમ છે. કારણ કે 15 દિવસથી સિવિલ હોસ્પિટલમાં ડાયકલોરેન (દુ:ખાવો મટાડવાના) ઈન્જેકશન તળીયા ઝાટક થઈ ગયા છે અને આ વાતની ખુદ તંત્રએ પણ પુષ્ટી આપીને કહ્યું કે આ બાબતે ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે અને ત્રણેક દિવસમાં આ ઈન્જેકશન આવી જશે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઆલમમાં વધુ એક ઉઠેલી ફરિયાદ એવી મળી છે કે અહિં દુ:ખાવો મટાડવાના ડાયકલોરેન ઈન્જેકશન બિલકુલ ખલ્લાસ થઈ ગયા છે.

આ વાતથી દર્દીઓને ઘટવાને બદલે દુ:ખાવો વધી જાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે પણ દર્દીઓના દેકારાને હળવો કરવા હાલ ફરજ પરના ડોકટરો પેરાસીટામોલના ઈન્જેકશન આપીને દર્દીઓનો દુ:ખાવો હળવો કરતાં હોવાની વિગતો મળી રહી છે.

જાણકારો કહે છે કે, પથરી અને પ્રસુતિના અસહ્ય દુ:ખાવાને હળવો પાડવા, બંધ કરવા જેટલું ડાયકલોરેન ઈન્જેકશન કામ કરે છે તેટલો પાવર પેરાસીટામોલના ઈન્જેકશનમાં ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે દર્દીઓના આક્ષેપ મુજબ છેલ્લા 15 દિવસથી ખુટી પડેલા ડાયકલોરાઈન ઈન્જેકશન તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવા માંગ થઈ છે.

દર્દીઓની ફરિયાદ સ્વીકારતુ તંત્ર
સિવિલમાં દુ:ખાવો મટાડવાના ઈન્જેકશન ખુટી પડયાની વાતમાં સત્ય શું છે ? તે બાબતે કરાયેલી તપાસ દરમિયાન આર.એમ.ઓ.દુસરા દ્વારા ‘ગુજરાત મિરર’ સાથેની વાતમાં જણાવાયું હતું કે ‘હાલ ડાયકલોરેન ઈન્જેકશનનો જથ્થો હાલ સાવ ખુટી ગયો છે, અને આ બાબતે જરૂરી જગ્યાએ ઓર્ડર આપી/જાણ કરી દેવાઈ છે. અને બે ત્રણ દિવસમાં આ ઈન્જેકશન આવી જશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot Civil Hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement