સિવિલ હોસ્પિટલનો ધોબી કપડા અને કાર લઇને ગાયબ
અમદાવાદ ઓફિસ પહોંચી બઘડાટી બોલાવનાર સુપરવાઇઝર પિતરાઇ સહિતના સામે પગલાં લેવા પો.કમિશનરને રાવ
અમદાવાદ ખાતે ‘સાહસ સોલ્યુશન’ નામથી કંપની ચલાવતા અને કપડા વોશીંગ, ફાયર સેફટી અને ઇન્સ્ટ્રુમેન્ટ રિપેરીંગનું કામ કરતા સંદીપભાઇ અનંતરાય ત્રિવેદી (રહે.ગાંધીનગર)એ રાજકોટમાં રહેતા નિમેશ જીતેન્દ્રભાઇ ત્રિવેદી, અજય રોજાસરા, ડોલી રોજાસરા અને વિવેક વિરૂધ્ધ પોલીસ કમિશનર અને પ્ર.નગર પોલીસ મથકમાં લેખીત અરજી કરી છે અને અરજીમાં જણાવ્યું છે કે, અમારી કંપનીમાં કપડા વોશ કરવાનું કામકાજ થતું આશરે 9 માસ પહેલા અમોને પી.ડી.યુ. હોસ્પીટલ રાજકોટનો કપડા વોશ થતું હોય જેથી કરવાનો કોન્ટ્રાકટ મળેલ હતો જે પી.ડી.યુ. હોસ્પીટલના કપડા વોશીંગની કામગીરી માટે નીમેશ જીતેન્દ્રભાઈ ત્રિવેદી કે જે મારા કાકાનો દિકરો થતો હોય તેમને સુપર વાઈઝર તરીકે નોકરી પર રાખેલ હતો અને આ નીમેશ ત્રિવેદીએ તેમની સાથે અજય રોજાસરા, ડોલી રોજાસરા તથા બીજા અન્ય લોકોને કામે રાખેલ હતા અને કંપની દ્વારા રાજકોટમાં કામકાજ અર્થે જગ્યા ભાડા પર રાખેલ હતી તેમજ મારૂૂતી ઈકો ટ્રાન્સપોર્ટ અર્થે આપવામાં આવેલ હતી.
અમારી કંપનીનો પી.ડી.યુ. હોસ્પીટલનો લોન્ડ્રીનો કોન્ટ્રાકટ પુરો થતા કામ બંધ કરતા હોવા અંગેની જાણ અમો ફરીયાદીની કંપની દ્વારા તથા. 14/06/2025 ના રોજ કામગીરી અટકાવ્યા બાબતેનો લેટર આદોષી નીમેશ ત્રિવેદીને મોકલેલ હતો અને તેની નકલ પોલીસ કમીશ્નર રાજકોટ તથા તબીબી અધિક્ષક પી.ડી.યુ. હોસ્પીટલ, રાજકોટને મોકલવામાં આવેલ હતી.
ફરીયાદી કંપનીએ પી.ડી.યુ. હોસ્પીટલનું લોન્ડ્રીનું કામકાજ તા. 15/06/2025 થી બંધ કરી દીધેલ છે જેની જાણ નીમેશ ત્રિવેદીને કરેલ હતી તથા પી.ડી.યુ. હોસ્પીટલે પણ તે અંગેની જાણ કરેલ હતી તેમ છતા ત્યારબાદ તા. 16/06/2025 તથા તા. 17/06/2025 ના રોજ પી.ડી.યુ. હોસ્પીટલમાંથી ગેરકાયદે બેડશીટ, પડ, પીલો કવર, ઓરી. ના કપડા વિગેરે ઘણા બધા કપડા લઈ લીધેલ હતા તથા ફરીયાદીની માલીકીની મારૂૂતી ઈકો કાર રજી નં. ૠઉં-01-ઇંઝ-6591 ની પણ ગેરકાયદે આરોપીઓએ તેમના કબ્જામાં રાખેલ છે. તે તમામ મુદ્દામાલ પણ સોપી દેવા અમો ફરીયાદી દ્વારા આરોપીઓને લેખીત તથા મૌખીક રીતે વારંવાર જણાવવા છતા પરત સોંપતા નથી.કોન્ટ્રાકટ ચાલુ હતો તે દરમ્યાન આરોપીઓના કામકાજ અંગેની પી.ડી.યુ. હોસ્પીટલ દ્વારા ઘણી બધી ફરીયાદો હતી જેથી કામકાજ યોગ્ય અને સારી રીતે કરવા માટે વારંવાર સુચના આપેલ હતી તેમ છતા લોન્ડ્રી કામકાજ યોગ્ય રીતે કરવામાં ન આવતુ હોવાથી અમારી કંપનીનું છેલ્લા 3-4 મહીનાનું પેમેન્ટ હોસ્પીટલ દ્વારા કરવામાં આવેલ નથી.
જેથી કંપનીને ઘણુ બધુ નુકસાન સહન કરવુ પડેલ છે. તા.30/06/2025 ના રોજ આરોપીઓ તથા તેમના માણસો અમદાવાદ અમો ફરીયાદીની ઓફીસે આવી અમારી સાથે મારા મારી કરેલ હતી જેથી અમોએ 100 નંબર પર કોલ કરેલ અને પોલીસ આ તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈ ગયેલ હતા અને ત્યાં સમાધાન થઈ જતા ફરીયાદ કરેલ ન હતી. પરંતુ ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા.05/07/2025 ના રોજ સવારના સમયે અમો અમારા ઘરેથી નીકળીને કારમાં બેસેલ ત્યારે આરોપીઓ દ્વારા અમો પર મારી નાખવા માટે હુમલો કરેલ હતો પરંતુ કારના લોક ન ખુલતા અમો અમારો જીવ બચાવી ત્યાંથી કાર ચલાવીને આગળ જતા રહેલ હતા તેમ છતા આરોપીઓ દ્વારા અમારો પીછો કરવામાં આવેલ હતો અને અમે અમારી કારને પણ નુકસાન પહોંચાડેલ હતું જે અંગેની અરજી અમો ફરીયાદીએ તા.01/07/2025 ના રોજ ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર માં આપેલ હતી.
એ બનાવમાં પોલીસે અમારી પુછપરછ પણ કરેલ છે. કપડા અને મારૂૂતી ઈકો કાર પરત આપી દેવા સમજાવતા અમો પર બે વખત જીવલેણ હુમલો કરેલ હતો અને હજુ પણ આરોપીઓ અમો ફરીયાદી 52 હુમલો કરશે તેવી દહેશત રહેલ છે. આરોપીઓ સામે તાત્કાલીક ધોરણે કોજદારી કરીયાદ નોંધી તેમની સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરી પી.ડી.યુ. હોસ્પીટલના એટલે કે સરકારની માલીકીના કિંમતી કપડા તેમજ અમો ફરીયાદીની માલીકીની મારૂૂતી ઈકો કા2 તાત્કાલીક ધોરણે કબ્જે લેવા અને અમો ફરીયાદીને આરોપીઓની દહેશતમાંથી બચાવવા રજુઆત કરી છે.
