સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં દર્દીઓના સ્વજનોની બબાલથી સ્ટાફ અસુરક્ષિત
- સુરક્ષા વધારવા સ્ટાફની મૂંગા મોએ માગણી
સિવિલ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફને હાલનાં દિવસોમાં અસલામતિનો અહેસાસ થતો હોવાની મૂંગા મોઢે ફરિયાદ ઊઠી છે. અહીં ફરજ બજાવતા સ્ટાફનું કહેવું છે કે, અહીં હાલતા-ચાલતા દર્દીના સગા વ્હાલાઓ સ્ટાફ સાથે ગાલી-ગલોચ કરીને ગેરવર્તન કરે છે. કારણકે અહીં જરૂરી સિક્યુરીટી વ્યવસ્થા કરવામાં આપી નથી. પરીણામે પેનકેન પ્રકારે રોષિત દર્દીઓ કે તેમના સગાઓની દાદાગીરીનો સ્ટાફને ભોગ બનવું પડે છે. ત્યારે ઉચ્ચ સત્તાધિશોએ સ્ટાફની સલામતી બાબતે કોઇ અસરકારક વ્યવસ્થા ઊભી કરવી જોઇએ. સ્ટાફમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે આજે વહેલી સવારે રેલનગરનાં એક પ્રોૈઢનું સારવારમાં મૃત્યુ થતાં મૃતકનાં પરીવારજનોએ બઘડાટી બોલાવતા અને સીસ્ટર અને ફરજ પરના તબીબને ગાળો ભાંડતા પ્રનગર પોલીસને બોલાવવી પડી હતી. ગત શનિવારે પણ એક દર્દીના સગાએ એક સિસ્ટર ઉપર હાથ ઉ5ાડી લીધાની વાતે ચકચાર જગાવી હતી. ટૂંકમાં સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ઇમરજન્સી સ્ટાફની સલામતિ બાબતે વિચારે તેવી માંગ થઇ છે.