શહેર પોલીસના યજમાન પદે, DGP હોકી કપનો પ્રારંભ
રાજકોટ શહેર પોલીસના યજમાન પડે આજથી ચાર દિવસ માટે રાજય પોલીસ દળની ડીજીપી કપ હોકી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રેસકોર્સના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે આજથી ચાર દિવસ સુધી પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધામાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂૂષોની 9 તથા મહિલાઓની 3 ટીમો વચ્ચે ટક્કર થશે.રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધા 2025-26 નો આજથી પ્રારંભ થયો છે. 08/11/2025 સુધી ચાલનારી આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-02 રાકેશ દેસાઇ ઉપરાંત તમામ એસીપી અને તમમાં પી.આઈ ઉપસ્થિત રહ્યા હતા.
અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાએ પોતાના ઉદબોધનમાં હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોનુ અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂૂ પ્રદર્શન કરી ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવેલ. ગુજરાત પોલીસમાં શારિરીક ફિટનેસ અને શિસ્ત-ટીમભાવના જળવાઇ રહે તેના માટે વિવિધ સ્પોર્ટસ ની સ્પર્ધાઓનુ પણ આયોજન કરવામાં આવે છે.
જેમાં ડીજીપી કપ હોકી સ્પર્ધા - 2025નુ યજમાન રાજકોટ શહેરને સોપવામાં આવેલ છે. જેના ભાગ રૂૂપે આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીફાઇમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટુર્નામેન્ટ ખુલ્લી જાહેર કરેલ. આ ડીજીપી કપ હોકી સ્પર્ધા માથી રાજકોટ શહેર ખાતે આગામી ડીસેમ્બર 2025માં યોજાનાર 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ 2025-26ની ગુજરાત પોલીસની ટીમની પસંદગી કરવામાં આવનાર છે.
