વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશમાં મહિલાઓને જોડાવવા શહેર કોંગ્રેસ પ્રમુખનું આહવાન
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની આગેવાનીમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસની અગત્યની અને પ્રેરણાત્મક બેઠક યોજાઈ હતી. મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી તથા ડો. રાજદીપસિંહ જાડેજાએ બહેનોને રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય ભાગીદારી માટે પ્રેરણા આપી અને ‘વોટ ચોર ગાદી છોડ’ સહી ઝુંબેશમાં બહોળા પ્રમાણમાં જોડાવાનું આહ્વાન કર્યું.
આ પ્રસંગે નવનિયુક્ત બહેનોને જોડાણ પત્ર (Joining Letter) આપી મહિલા કોંગ્રેસમાં મહત્વપૂર્ણ હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી. નવા ચહેરાઓને સાથે જોડવાથી સંગઠનમાં નવી તાકાત અને નવી ઉર્જાનો પ્રવેશ થયો છે.
બેઠક દરમિયાન ખાસ કરીને આ મુદ્દા પર ભાર મુકાયો કે મહિલાઓ રાજકારણમાં ફક્ત ભાગીદાર નહીં પરંતુ નેતૃત્વ કરનાર પણ બની શકે છે. આવનારા દિવસોમાં સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓની હિસ્સેદારી મજબૂત બને તે માટે માર્ગદર્શક વિચારો રજૂ કરવામાં આવ્યા.
આ બેઠકમાં બહેનોનો ઉત્સાહ, સંકલ્પ અને પાર્ટી પ્રત્યેની અખંડિત નિષ્ઠા સ્પષ્ટપણે દેખાઈ. મહિલા કોંગ્રેસે રાજકારણમાં પોતાનું સશક્ત સ્થાન બનાવવા માટે એક નવી શરૂૂઆત કરી છે.