સિટી બસના ચાલકો બેફામ, કિશાનપરા ચોકમાં PGVCLની કારને ટક્કર મારી
વારંવાર વિવાદમા રહેતી સિટી બસનાં ચાલકે ઇન્દીરા સર્કલ પાસે 4 લોકોની જીંદગી છીનવી લીધાની ઘટનાની હજુ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સીટી બસનાં ચાલકે વધુ એક અકસ્માત સર્જયો હતો. શહેરનાં કીશાનપરા ચોકમા ર7 નંબરની ત્રીકોણબાગથી રૈયા રોડ તરફ જતી સીટી બસનાં ચાલકે પીજીવીસીએલની કોન્ટ્રાકટની કારને ટકકર મારી હતી. જેને પગલે થોડીવાર માટે ટ્રાફીક જામ થઇ ગયો હતો.
કીશાનપરા ચોકમા આજે બપોરે સીટી બસ નં ર7 કે જે ત્રીકોણબાગથી રૈયા રોડ તરફનાં રૂટ પર જવા નીકળી હોય તે સીટી બસનાં ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી પીજીવીસીએલની જીજે 03 બીઝેડ 365 નંબરની ર્સ્કોપીયો કારને ટકકર મારી દીધી હતી. એક તરફ ઇન્દીરા સર્કલ પાસે સવારે 9 વાગ્યે સીટી બસનાં ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી બે મહીલા અને બે પુરૂષનાં જીવ લઇ લીધા હોય આ અકસ્માતમા સંગીતાબેન, રાજુભાઇ ગીડા, ચીન્મય ભટ્ટ અને કિરણબેન કકકડે જીવ ગુમાવ્યા હોય જેની હજુ પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે જ કીશાનપરા ચોકમા સીટી બસનાં ચાલકે અકસ્માત સર્જયો હતો. બેફામ બનેલા સીટી બસનાં ડ્રાઇવરો પર લગામ લગાવવી જરૂરી હોય અવાર નવાર શહેરમા સર્જાતા નાના મોટા અકસ્માતોમા સીટી બસનાં ચાલકો જવાબદાર હોવા છતા આવા બેદારકામ ડ્રાઇવરો સામે મનપા કે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી નહી હોવાનુ લોકો રોષ પુર્વક જણાવી રહયા છે.