અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
વોર્ડ નં.2માં 14 મકાનોના શંકાસ્પદ વેચાણની ધારાસભ્યે રજૂઆત કરી હતી
રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલ અશાંતધારાના અમલીકરણ સામે ખુદ ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે સવાલો ઉઠાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શહેરના વોર્ડ નં. 2 માં જ્યાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે. જ્યાં હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમો રહે છે. આ બારામાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. કલેક્ટર પ્રભવ જોષીના ધ્યાને સમગ્ર ઘટના સામે આવતા જ તેઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને સમગ્ર ઘટનાની રાજકોટ સીટી પ્રાંતને તપાસ કરવા સૂચના પણ આપી દેવામાં આવી હતી.
પ્રાંત કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સીટી પ્રાંત દ્વારા શંકાસ્પદ દસ્તાવેજો જણાયેલા 12 જેટલા લોકો બોલાવી નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાય લોકો ના દસ્તાવેજો શંકાસ્પદ જણાવ્યા હોવાનો સામે આવ્યો છે. હાલ તમામના નિવેદન લઈ લેવામાં આવ્યા છે. ગમે ત્યારે સીટી પ્રાંત દ્વારા ચુકાદો પણ સંભળાવવામાં આવી શકે છે.
કેટલાય શંકાસ્પદ દસ્તાવેજો હોવાની પણ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે.ઉલેખીય છે કે સોમવારના રોજ ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ વોર્ડ નંબર 2 ના આગેવાનો દ્વારા નામ સાથે 14 મકાનોના શંકાસ્પદ વેચાણ આવવાની રજૂઆત કરવામાં આવી હતી. કલેકટર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીટી પ્રાંત દ્વારા શંકાસ્પદ લોકોને બોલાવી નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દસ્તાવેજ દસ્તાવેજ સહિતની ચકાસણીઓ પણ કરવામાં આવી હતી.