For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના 5 RRR સેન્ટરોમાં નાગરિકોએ વહાવ્યો દાનનો દરિયો

03:45 PM Feb 20, 2025 IST | Bhumika
મનપાના 5 rrr સેન્ટરોમાં નાગરિકોએ વહાવ્યો દાનનો દરિયો

સ્વાન્ત: સુખાય એટલે કે બીજાના સુખે સુખી થવાનો જે પરમ આનંદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે અવર્ણનીય હોય છે. સ્વચ્છતા સર્વેક્ષણ -2024 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા ઉમદા આશય સાથે શહેરમાં કુલ પાંચ સ્થળોએ RRR (REDUCE, REUSE, RECYCLE) કેન્દ્રો શરૂૂ કરવામાં આવેલ છે. જેમાં (1) વોર્ડ નંબર-9માં બાબુભાઇ વૈધ લાઈબ્રેરી, ચંદન પાર્ક મેઇન રોડ, (2) વોર્ડ નતંબર-2માં દતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, (3) વોર્ડ નંબર-4માં ચાણક્ય પુસ્તકાલય, ગોવીંદ બાગ શાક માર્કેટ પાસે, પેડક રોડ, (4) રૈયાધાર એમ.આર.એફ. સેન્ટર અને (5) કે.ડી.એફ.ની બાજુમાં એમ.આર.એફ. સેન્ટર બનાવવામાં આવેલ.

Advertisement

આ કેન્દ્રો શરૂૂ કરવાનો ઉદેશ ગરીબ વર્ગના જરૂૂરીયાતમંદ લોકોને ઉપયોગી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ બનાવી તેઓના ચહેરા પર સ્મિત લાવવામાં મદદરૂૂપ થવાનો છે. સમાજમાં વાંચન પ્રવૃતિને પ્રોત્સાહન મળે, આંગણવાડીઓના બાળકોને રમકડાં મળી રહે તથા જરૂૂરીયાતમંદ ગરીબ લોકોને કપડાં અને બુટ જેવી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બનાવવા માટેના આ અભિયાનને નાગરીકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં નાગરીકો તરફથી 11374 પુસ્તકો, 1069 રમકડાં, 588 જોડી બુટ તથા 6610 કપડાં મળી કુલ 19641 વસ્તુઓ ભેટમાં મળેલ છે. નાગરીકો પાસેથી ઉપરોક્ત ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂૂપે RRR કેન્દ્ર ખાતે સ્વીકારવામાં આવી રહી છે.

Advertisement

શહેરીજનો દ્વારા ઉપયોગમાં લેવાઈ ચૂકેલા અને હાલ વણવપરાયેલા પડી રહેલા પુસ્તકો, રમકડાં, કપડા અને બુટ વગેરે જેવી ચીજવસ્તુઓ ગરીબ સમુદાયના લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે.

આ અભિયાનમાં રાજકોટ શહેરના વધુને વધુ નાગરીકો સામેલ થાય અને આ ઉમદા પ્રવૃતિમાં પોતાનું યથોચિત યોગદાન આપે તેવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement