ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં પોલીસ વડાનો શહેરીજનો વોટ્સએપ નંબર પર સીધો સંપર્ક કરી શકશે

12:00 PM Oct 15, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર શહેર જિલ્લામાં આવનાર દિપોત્સવ પર્વ અન્વયે કાયદો વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.
દિવાળી પર્વ આજે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા સાથોસાથ પર્વની ઉજવણી કરવા માટે નીકળતા હોય છે ત્યારે લોકોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે આગોતરા પગલાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા લેવામાં આવ્યા છે ચોરી મારામારી છેડતી સહિતના ગંભીર અપરાધિક બનાવો ન બને તે માટે પોલીસ જવાનોને ખાસ પ્રશિક્ષણ સાથે ફરજપર તૈનાત કરવામાં આવનાર છે આ ઉપરાંત નાના વેપારીઓ આવારા તત્વો અને લુખ્ખાગીરીનો ભોગ ન બને તે માટે પણ વિશેષ પગલાં સાથે જિલ્લા પોલીસવાળા નો સીધો જ સંપર્ક કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ડ્રગ્સ મહિલા સુરક્ષા અને વ્યાજખોરો સામે સિદ્ધિ જ રજૂઆત જિલ્લા પોલીસવાળાને કરી શકાય તે માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

ભીડભડવાળા સ્થળે મહિલા તથા પોલીસ જવાન સિવિલ ડ્રેસમાં ચાંપતો બંદોબસ્ત જાળવશે. દિવાળીના દિવસો અને વેકેશનના સમયમાં ઘરફોડ ચોરી સહિતના બનાવો નિવારવા માટે નગરજનોને સતર્ક રહેવા સાથે પોતાના ઘરમાં રહેલ કીંમતી દર દાગીના અને રોકડ બેંક લોકરમાં મુકવા ભલામણ કરવામાં આવી છે .ઉપરાંત ફરવા જતી વેળાએ સીસીટીવી ની વ્યવસ્થા કરવા અને નજીકના પોલીસ મથકે જાણ કરવા પણ નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. દિવાળી પર્વને લઈને જિલ્લા પોલીસ વડાએ વેપારીઓ સાથે પણ મિટિંગ બેઠકનું આયોજન કર્યું હતું અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અનુરોધ પણ કર્યો હતો.

આ અંગે જઙ નિલેશ પાંડેયએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ખાસ ચોક્કસ કિસ્સાઓ માટે અમે એક જાહેર નંબર જાહેર કરું છું જેનો કંટ્રોલ મારા પાસે જ હશે. આ નંબર ઉપર ચાર કિસ્સાઓમાં જે લોકો છે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. જેમાં કોઈપણ ડ્રગ્સ રિલેટેડ કોઈ માહિતી હોય, બાતમી હોય, ફક્ત ડ્રગ્સ જે નશા માટે યુઝ થાય છે. તેમજ છેડતી બાબતે અગર ઈશ્યુ હોય બહેનને તો એ આ નંબર ઉપર મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. તેમજ વ્યાજવટાઉની કોઈ પણ ફરિયાદ હોય તો પણ મને આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકાય, ઠવફતિંઆામાં એક મેસેજ મૂકી શકાય, અમે એના રિપ્લાય આપીશું, તથા નાનામાં નાના વેપારી, લારીવાળા પણ, અગર કોઈ લુખ્ખા એને હેરાન કરે છે, તોડ કરવાના ઈરાદેથી તો આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકે છે. જેનો નંબર 78 74 62 78 74 જાહેર કર્યો છે.

Tags :
bhavnagarbhavnagar newsBhavnagar policegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement