For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેતીની જમીનને મહેસુલી ટાઇટલ-પ્રમાણપત્ર આપવાનો પરિપત્ર થયો સોફટવેર ભૂલાઇ ગયું?

05:07 PM Jun 05, 2025 IST | Bhumika
ખેતીની જમીનને મહેસુલી ટાઇટલ પ્રમાણપત્ર આપવાનો પરિપત્ર થયો સોફટવેર ભૂલાઇ ગયું

જૂનાગઢ મહાનગરપાલીકા ના 3 વખત કોર્પોરેટર રહેલા મુકેશ ધોળકીયાની યાદી જણાવે છે કે, ગુજરાત સરકાર દ્વારા જુદા-જુદા વિષયો ઉપર સંશોધન કરી નિયમો અને કાયદામાં સુધારો કરી પ્રીમીયમ સાથે બિનખેતી પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિમાં સરળીકરણ લાવવા મહેસુલી ટાઈટલ અને કાયદેસરના કબજેદારોને પ્રમાણપત્ર આપવાનો તા.08/04/2025 (જમન/102025/462/6) પરિપત્ર ભારે ધામધૂમ સાથે બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ આજે 60 દિવસ પછી પણ આ પરિપત્ર અંગે પરિણામ 0 (ઝીરો) છે કારણ કે સરકારે પરિપત્ર દ્વારા નવો કાયદો જાહેર કર્યો પરંતુ તે માટે તેનું અમલીકરણ સોફ્ટવેર હજુ બનાવ્યું જ નથી. પરિણામે સરકારની આવી જાહેરાતથી ખુશ થયેલા લોકોને ફરી દુ:ખી થવું પડે છે.

Advertisement

સૌથી મોટી બાબત એ છે કે રાજ્યની તમામ કલેકટર કચેરી તથા સબંધીત અધિકારીઓ આ પરીપત્રો અંગે જાહેર જનતાને જવાબ દઈને થાકી જાય છે. પરિણામે અરજદારોના રોષનો ભોગ રેવન્યુ કચેરી અને અધિકારીઓ બને છે.

આ પરિપત્રમાં સરકારે એવી જોગવાઈ કરેલ હતી કે RTLOC એટલે કે રેવન્યુ ટાઈટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટીમહેસુલી ટાઈટલ અને કાયદેસરના કબજેદારોને પોતાની જમીન નું ટાઈટલ સર્ટી મેળવવા જરૂૂરી ફી ભરીને કલેકટર કચેરીમાં અરજી કરવાની રહે છે.જે અરજી મળ્યે કલેકટર કચેરીએ અરજદારની મિલકત અંગે છેલ્લા 25 વર્ષની તબદીલી, વારસાઈ, વહેંચણીના વ્યવહારો અંગે ચકાસણી કરીને દિવસ-30માં આવું પ્રમાણપત્ર અરજદારને આપવાનું હતું.

Advertisement

આવા પ્રમાણપત્રોનો મુખ્ય ફાયદો એ હતો કે કોઈપણ અરજદારે તેમની ખેતીની જમીન બિનખેતી કરવાની હોઈ તેવા સંજોગોમાં પોતાની તમામ મિલકત સબંધી રેવન્યુ રેકર્ડ રજુ કરવાના બદલે માત્ર આ પ્રમાણપત્ર રજુ કરવાની સાથે માત્ર 10 દિવસમાં બિનખેતીની અરજી મંજુર કરવાની આ પરિપત્રમાં ખાસ જોગવાઈ કરવામાં આવી હતી.

સરકાર દ્વારા બિનખેતીની પ્રક્રિયાને સરળીકરણ કરવાના શુભ હેતુ ને ખાસ અભિનંદન . પરંતુ આ પરિપત્રના 60-દિવસ પછી પણ રાજ્ય સરકાર દ્વારા પરિપત્રના અમલ માટે કોઈ કાર્યવાહી જ કરવામાં ન આવે તે દુ:ખદ તો છે. પરંતુ વિકાસની બાબતમાં કે બિનખેતીની પ્રક્રિયા માટે એક ભારેખમ બ્રેક છે.
સરકારના આ પરિપત્રથી અનેક મહેસુલ ટાઈટલના પ્રશ્નો પણ ઉકેલાય છે પરંતુ અમલ ન થતા હજારો અરજદારોની કાર્યવાહી ખોરંભે પડી છે. ભૂતકાળમાં આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂૂપાણીની સરકારમાં પરિપત્ર ના દિવસે જ અમલવારી થતી હોવાના અનેક અનુભવો અને દાખલાઓ જણાવીને મુકેશ ધોળકિયા એ આ પરિપત્ર અંગે તુરંત જ રાજ્ય કક્ષાએ જરૂૂરી સોફ્ટવેર-કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement