For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકીય પક્ષોને દાનમાં કાળા-ધોળાના ખેલમાં CID ભાઠે ભરાયું

03:57 PM Sep 14, 2024 IST | Bhumika
રાજકીય પક્ષોને દાનમાં કાળા ધોળાના ખેલમાં cid ભાઠે ભરાયું
Advertisement

ઈન્કમટેકસ કાયદાનો ભંગ થયાની ફરિયાદ નોંધી અને ઈન્કમટેક્સ વિભાગે ખુદે કાર્યવાહી કરી નથી !

હાઈકોર્ટમાં એડી.ડી.જી.પી.અને પી.આઈ.ને તેડું, આરોપીઓ સામે હાલ કાર્યવાહી ન કરવા રાહત

Advertisement

રાજકીય પક્ષોને મળતું દાન ઈન્કમટેક્ષ ફી હોય છે પણ આ દાનમાં મોટા પાયે કાળા-ધોળા કરવાનો ખેલ ઉજાગર કરવામાં હવે અમદાવાદ ક્રાઈમનું સીઆઈ સેલ ભાઠે ભરાવું છે. બે દિવસ અગાઉ બુધવારે થયેલ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડી.ડી.જી.પી.સીઆઈ ક્રાઈમ, ફરિયાદ દાખલ કરનાર પી.આઈ અને સરકારનો જવાબ માંગ્યો છે.

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારી આ ઘટનાની ફરિયાદ અમદાવાદ ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસમાં 25 મેના રોજ દાખલ થઈ હતી. આ એફઆઈઆર મુજબ, રાજકીય પક્ષો તેમજ ટ્રસ્ટના બેંક એકાઉન્ટનો દુરઉપયોગ કરી કરોડો રૂૂપિયાની બેનંબરી હેરાફેરી કરતા શખ્સની બાતમી CI Cell ઈન્ચાર્જ પીઆઈ એ. સી. ઈસરાની (A C Israni PSI) ને મળી હતી. અમદાવાદમાં નવરંગ સ્કુલ પાસે આવેલા નિરવ કોમ્પલેક્ષમાં ગત 25 મેના રોજ CID Crimeની ટીમે દરોડો પાડી ઉમંગ વિનોદભાઇ દરજીની ઑફિસમાંથી 80 હજારની રોકડ સહિત મોટી માત્રામાં દસ્તાવેજો કબજે કર્યા હતા. જેમાં ગુજરાત નવ નિર્માણ સેના, ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રીય જનતારાજ પાર્ટી, કેટલાંક ચેરીટેબલ ટ્રસ્ટના દસ્તાવેજો, રાજકીય પક્ષો, ખાનગી પેઢીઓ તેમજ અન્ય શખ્સોની જુદીજુદી બેંકોની પાસબુકો, સહી કરેલી ચેકબુકો, અલગ અલગ શખ્સોના આધારકાર્ડ, પાનકાર્ડની નકલો, ઈન્કમટેક્સ રિર્ટન, જુદીજુદી કંપનીઓના મોબાઈલ સીમ કાર્ડ, સંખ્યાબંધ બનાવટી રબર સ્ટેમ્પ તેમજ દસ્તાવેજો હતા. આ મામલે ગુજરાત નવનિર્માણ સેના (Gujarat Navnirman Sena) સહિત 8 રાજકીય પક્ષના અધ્યક્ષ, ઉમંગ દરજી સહિત 22ને નામ જોગ આરોપી દર્શાવાયા હતા.

FIR માં દર્શાવેલા આરોપીઓ રાજકીય પક્ષોને દાન આપવાથી ઈન્કમટેક્સમાં મળતી રાહતનો દુરઉપયોગ (Tax Evasion) કરી 4 વર્ષમાં 1 હજાર કરોડ રૂૂપિયાની બોગસ/ભાડાના ખાતાઓ થકી હેરાફેરી કરી સરકારને ચૂનો લગાવતા હતા. આ મામલે પીએસઆઈ એ. સી. ઈસરાનીએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે કરોડોના કાળા-ધોળા કરવાના (Money Laundering) કેસમાં રાજકીય પાર્ટીના અધ્યક્ષોને નામ જોગ આરોપી દર્શાવી દીધા. રાજકીય પક્ષોએ કરોડો રૂૂપિયાના દાનની રકમમાં કરેલી ગરબડનો મામલો ઈન્કમટેક્સ વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આવકવેરા વિભાગની કોઈપણ મંજૂરી સીઆઈડી ક્રાઈમના અધિકારીએ મેળવી ન હતી.

ફરિયાદમાં દર્શાવાયેલી રાજકીય પાર્ટીના અધ્યક્ષના સેશન્સ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં આગોતરા જામીન ના મંજૂર થયા હતા. બીજી તરફ આ કેસમાં સીઆઈડી ક્રાઈમ બે આરોપીની ધરપકડ કરી ચૂકી હતી. આગોતરા જામીન ના મંજૂર થયા બાદ રાજકીય પક્ષના અધ્યક્ષે ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટીશન દાખલ કરી હતી. સીઆઈડી ક્રાઈમે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલા રાજકીય પાર્ટીના અધ્યક્ષને એકપણ વખત કારણદર્શક નોટિસ આપી ન હતી. આ ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગના દાયરામાં આવતી કામગીરી પોલીસ બારોબાર કરવા જઈ રહી હતી. તમામ બાબતો હાઇકોર્ટ સમક્ષ થયેલી દલીલોમાં ઉજાગર થતા તપાસની પોલ ખુલી ગઈ હતી.

સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે આટલો મોટો ગોટાળો કેમ કર્યો અને કોના કહેવાથી આવી ચર્ચાઓ ગાંધીનગર પોલીસ ભવન (ઙજ્ઞહશભય ઇવફદફક્ષ ૠફક્ષમવશક્ષફલફિ) માં જોર પકડ્યું છે. હાઇકોર્ટમાં કરાયેલી પિટીશનમાં ગુજરાત સરકાર, સીઆઈડી ક્રાઈમના વડા અને સરકાર તરફે ફરિયાદ નોંધનાર પોલીસ અધિકારીને પક્ષકાર બનાવાયા છે. આ કેસ વધુ સુનાવણી 27 નવેમ્બરે હાથ ધરાશે.

ઈન્કમટેકસ વિભાગની કાર્યવાહી પોલીસ દ્વારા કઈ રીતે કરાઈ ? : હાઈકોર્ટ

આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે ભારતમાં ઈન્કમટેકસ, જીએસટી કે એકસાઈઝ ગમે તે કાયદા હોય તેમાં કાર્યવાહી કઈ રીતે કરવી તે ખૂબ જ સ્પષ્ટ છે. ઈન્કમટેકસમાં પણ સામાન્ય રીતે આર્થિક ગોટાળાની શંકા હોય તો શો-કોઝ નોટિસ આપવામાં આવે છે. નોટિસ બાદ અધિકારીને જવાબથી સંતોષના થાય તો કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કેસમાં ઈન્કમટેકસ દ્વારા કોઈ નોટિસ જ ન મળી હોવાનું અરજદાર અતુલ દવે એ હાઈકોર્ટને જણાવ્યું હતું. હાઈકોર્ટ હાજર ઈન્વેસ્ટીંગ ઓફિસરને પણ પુછયું કે ઈન્કમટેકસ દ્વારા કોઈ કાર્યવાહીની તમને જાણ છે ? ત્યારે તેમણે જાહેર હતું કે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવાનું તેમના ધ્યાને નથી. તેમણે ફકત ઈન્કમટેકસ રીપોર્ટના આધારે ફરિયાદ દાખલ કરી હતી. હાઈકોર્ટ આશ્ર્ચર્ય વ્યકત કર્યુ હતું કે પોલીસે આઈટીના 80 જીજીબી અને 80 જીજીસી કાયદાનો ગેરલાભ લેવાની ફરિયાદ કઈ રીતે નોંધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement