નાતાલ-થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે નવરાત્રી જેવા લાકડાછાપ નિયમો
ફાયર વિભાગ, માર્ગ અને મકાન તથા વીજકંપનીનું એન.ઓ.સી. ફરજિયાત
નાકાબંધી, પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ વધારાયું, દારૂ ઢીંચીને ખેલ કરનારાઓની ખેર નથી
સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ રહેશે તૈનાત, ફટાકડા ફોડવામાં પણ નિયંત્રણ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વિવિધ ગ્રુપો દ્વારા મોટા પ્રમાણમાં આયોજનો ગોઠવાઇ રહયા છે. ત્યારે રાજય સરકાર દ્વારા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ કોઇ મોટી દુર્ઘટના ઘટે નહીં તે માટે નવરાત્રિ જેવા આકરા નિયમો બનાવવામાં આવ્યા છે અને પાર્ટીઓ ઉપર લગામ રાખવા વિશેષ તકેદારીના પગલા ભરવામા આવી રહયા છે.
નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન યુવાધન કાબુમા રહે તથા દારૂ ઢીંચીને કોઇ ડીંગલ કરે નહીં તે માટે પણ પોલીસતંત્રએ ધોકા સજાવી રાખ્યા છે અને યુવાનોને મર્યાદામાં રહીને ઉજવણી કરવા આડકતરી તાકીદ પણ કરી છે.
ચાલુ વર્ષે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરાં સહિતના સ્થળોએ નાતાલ અને થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરાયું છે. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના પછી સરકારે ડાન્સ પાર્ટીની મંજૂરી માટે નિયમો વધુ કડક કર્યા છે. આ વખતે પાર્ટી માટે પીડબ્લ્યુડી, ઙૠટઈક અને ફાયર વિભાગની ગઘઈ ઉપરાંત વિમો ફરજિયાત કરાયો છે. આ ટીમો સ્થળ પર નિરીક્ષણ કરીને ગઘઈ આપશે પછી જ પોલીસ ડાન્સ પાર્ટી સહિતના કાર્યક્રમોને મંજુરી આપશે.
મોટાભાગની જગ્યાએ પ્રિ-ક્રિસમસ પાર્ટીનું આયોજન કરાયું હોવાનું આયોજકોનું કહેવું છે.
જ્યારે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ક્રિસમને ધ્યાનમાં રાખીને પોલીસે નાકાબંધી પોઈન્ટ, પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ વધાર્યું છે. 31મીએ સાંજથી જ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ અને ડોગ સ્કવોડ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ સહિત પોલીસ અધિકારી-કર્મચારી બંદોબસ્તમાં રહેશે. આ સિવાય રોમિયોને પકડવા માટે ડાન્સ પાર્ટીના સ્થળે શી ટીમ ખાનગી કપડામાં તહેનાત રહેશે.
ફટાકડાના કારણે લોકોને જાન માલનું નુકશાન થયુ હોવાથી તહેવાર દરમિયાન 25થી 31 ડિસેમ્બર સુધી રાતના 11.55 થી 12.30 સુધી જ ફટાકડા ફોડવા મંજૂરી આપી છે. હોસ્પિટલ, સ્કૂલ, કોર્ટ, ઘરડાઘર સહિતની જગ્યાના 100 મીટરમાં ફટાકડા ફોડી શકા
શે નહીં. ઉપરાંત બજાર, શેરી, ગલી, જાહેર રોડ પર પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામા આવ્યો છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ રોજે રોજ કોમ્બિંગ, વાહન ચેકિંગ કરી રહી છે. જ્યારે 31 મીએ દારૂૂ કે ડ્રગ્સનો નશો કરીને ઘરની બહાર નીકળનાર કોઈ પણ વ્યકિતને છોડવામાં આવશે નહીં તેવુ પોલીસ અધિકારીઓનું કહેવુ છે. જયારે ફાયર વિભાગના અધિકારીઓના કહેવા મુજબ પાર્ટી પ્લોટ, લોન, ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટી યોજવા આયોજકોએ ટેમ્પરરી એનઓસી લેવી પડશે. જેમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે એક અઠવાડિયાની ટેમ્પરરી એનઓસી અપાશે. જેમાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પરીક્ષણ કરશે. આ ઉપરાંત ફાયર સેફટીના નિયમો ધ્યાને રાખીને પાર્ટીના આયોજન સ્થળે એન્ટ્રી અને એકઝીટ પણ અલગ રાખવા ફરજીયાત બની રહેશે.