ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સંપન્ન, કારોબારી સાથે પ્રમુખ, મંત્રીની બિનહરીફ વરણી
ચોટીલા તાલુકા પંચાયત ખાતે બુધવારના તાલુકા શિક્ષક સંઘની ચૂંટણી યોજાયેલ હતી જેમા કારોબારી, પ્રમુખ મંત્રી સહિત સમગ્ર બોડી સર્વાનુમતે બિન હરીફ થયેલ હતી. ચૂટણી તાલુકાના વિસ્તરણ અધિકારી સહકાર એન. બી. અકબરી તથા આકડા મદદનીશ સી. બી ત્રિવેદી ની ફરજ હેઠળ તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે સવારે નિર્ધારિત સમયે ચૂટણી યોજાયેલ હતી જેમા પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ મેણીયા અને મંત્રી તરીકે સામતભાઇ પરમાર સામે કોઇની પણ ઉમેદવારી પત્ર ન હોવાથી બંન્ને ને બિન હરીફ વરણી જાહેર થયેલ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકા શિક્ષક સંઘમાં 46 ની કારોબારી છે. જેમા પે સેન્ટર થી તાલુકા કક્ષા સુધીના તમામ કારોબારી સભ્ય પણ બિન હરીફ થયેલ હતા જેઓએ પૂર્વ પ્રમુખ અને મંત્રી ની સકારાત્મક અને સુચારૂૂ કામગીરીને લઈ ને સમગ્ર બોડી એ ફરી તેઓની ઉપર પસંદગીનો કળશ ઢોળી પ્રમુખ મંત્રી ની બિન હરીફ પસંદગી કરેલ હતી. શિક્ષક સમાજમાં સંઘ નું વિશેષ મહત્વ હોય છે.
આગામી તા. 26 મી ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજનાર છે. જેમા કોણ મેદાન મારશે તે બાબતને લઇને જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજમાં ચર્ચા નો વિષય બનેલ છે. તેમજ સમગ્ર જિલ્લામાં પણ શિક્ષણ જગતમાં રાજકિય માહોલમાં ગરમાવો છવાયેલ છે.