આમાં કોલેરા જ થાયને...પાણીના કેરબાના 49માંથી 39 નમૂના ફેલ
માત્ર ત્રણ નમૂના જ શુદ્ધ નીકળ્યા, અન્ય સાત ઠીક-ઠીક, બરફ બનાવવામાં વપરાતા પાણીમાં પણ ધૂપ્પલ પકડાયું, તાત્કાલિક વિતરણ બંધ કરવા આદેશ
રાજકોટ શહેરમાં ઘરે ઘરે મિનરલ વોટરના નામે વિતરિત થતાં પાણીના કેરબાઓનું પાણી પીવાની પાણી જન્ય રોગચાળો ફેલાય તેવો ચોંકાવનારો રિપોર્ટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની તપાસમાં આવ્યો છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ મિનરલ વોટરના નામે વેંચાતા કુલ 49 જેટલા પાણીના ધંધાર્થીઓના કેરબા (જગ)માંથી પાણીના નમુનાની ચકાસણી કરતા 39 બ્રાન્ડના નમુનાના અનસેટીસ ફેક્ટરી રિઝલ્ટ આવ્યા છે જ્યારે માત્ર ત્રણ જ બ્રાન્ડના પાણીના રિપોર્ટ એક્સેલન્ટ, ત્રણના સેટીસફેક્ટરે અને પાંચ બ્રાન્ડના પાણીના ઈન્ટરમીડીએટ રિઝલ્ટ આવ્યા છે.
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ પૈકી લેબોરેટરીમાં અનસેટીસફેક્ટરી થયેલ છે. એટલે કે, ફેઈલ થયેલ છે જેમાં શહેરમાં સૌથી વધુ પાણીનું વેચાણ કરતી કંપનીઓ પૈકી દ્વારકેશ ડ્રીન્કીંગ વોટર, વિરાજ ડ્રીન્કીંગ વોટર, ક્રીશ ડ્રીન્કીંગ વોટર, દેવરાજ ડ્રીન્કીંગ વોટર, ઓમ ચીલ્ડ વોટર, જે.ડી. વોટર સપ્લાયર, શિવ ડ્રીન્કીંગ વોટર, સુરેશ છાપરા (પટેલનગર-2), દિપક ભુવા (નવદુર્ગા 30 ફુટ રોડ), મોહસીન અસરફ લિંગડીયા (મહેશ્વરી-3), ફારુક હુસેન આંબલીયા (અંકુર સોસાયટી મેઈન રોડ), સોહિલ સબીર પરમાર (જંગલેશ્વર મેઈન રોડ), યાસીન હસન નોતિયાર (જંગલેશ્વર-2), અસલમ સતાર ઓડિયા (સિયાણીનગર મેઈન રોડ), જય શ્રી ચામુંડા, માધવ વોટર, કમલેશભાઈ (વૈશાલીનગર), ભાગ્યોદય ફુડ એન્ડ બેવરેજીસ, ગુજરાત વોટર, લોધેશ્વર આઈસ ડેપો, સંજયભાઈ જીવણભાઈ કોરાટ, મોમાઈ મીનરલ વોટર, એક્વાફ્રેશ, પ્યોર ડ્રીન્કીંગ વોટર, દ્વારકાધીશ વોટર સપ્લાય, જીવનદીપ એન્ટરપ્રાઈઝ, મેહતા ડ્રીન્કીંગ વોટર, ક્રિષ્ના વોટર, પ્રકાશ ડાંગર (કોઠારીયા કોલોની), ગંગોત્રી મિનરલ વોટર, શક્તિ મિનરલ વોટર, રાજ મિનરલ વોટર, બંસી વોટર સપ્લાય, આદિત્ય મિનરલ વોટર, રાજ ડ્રીંક વોટર, બેસ્ટ વોટર, રામ આર.ઓ. વોટર સપ્લાય, બંસી આર.ઓ. વોટર સપ્લાય, ઝરણા વોટર સપ્લાય સહિતના એકમોના સેમ્પલ ફેઈલ થયા છે.
આથી ઈન્ટરમીડીએટ તેમજ અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ તમામ પાણી/બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરવામાં આવેલ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
20થી 30 રૂપિયામાં 20 લીટર વેચાતું સ્લોપોઈઝનિંગ
રાજકોટ શહેરના હોટલ, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, ચાની હોટલ અને અનેક ઘરોમાં મિનરલ વોટરના નામે સ્લોપોઈઝનીંગના કેરબાઓનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. વિતરક દ્વારા રૂા. 20થી રૂા. 40માં 20 લિટરનો કેરબો હોમ ડિલિવરી કરી દેવામાં આવે છે. આટલુ સસ્તુ મિનરલ વોટર મળતુ હોય તે શંકા ઉપજાવે છે. છતાં શહેરીજનો તેનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જ ફુડ વિભાગના સેમ્પલ રિપોર્ટમાં કેરબામાં વેચાતુ પામી જન આરોગ્ય માટે હાનિકારક હોવાનું સાબિત થતાં હવે આ પાણી ખરીદતા પહેલા લોકો સો વખત વિચારશે તેવુંલાગી રહ્યું છે.