રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગીર સોમનાથમાં 21થી 23 નવેમ્બર યોજાશે ચિંતન શિબિર

11:26 AM Nov 14, 2024 IST | admin
Advertisement

સર્કિટહાઉસ, સાગરદર્શન, વોક વે તથા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર

Advertisement

ગીર સોમનાથ જીલ્લાના આંગણે આગામી તા.21,22 અને 23 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના આયોજન અંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સાંજના સુમારે સર્કિટ હાઉસ, સાગરદર્શન, વોક વે તથા મારૂૂતિ બીચ ખાતે કાર્યક્રમના સ્થળની રૂૂબરૂૂ મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે ચિંતન શિબિર માટે ઉભી કરવામાં આવી રહેલા ડોમ, લાઈટ, પાણી, વાઈફાઈ, વીજળી, વોક વે સહિતની વ્યવસ્થાઓની માહિતી ઉપસ્થિત અધિકારીઓ પાસેથી મેળવી નિર્ધારિત સમયમર્યાદામાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થાય તે માટે જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરે ચિંતન શિબિર માટે જ્યારે સમગ્ર રાજ્ય સરકાર ગીર સોમનાથના આંગણે પધારવાની છે ત્યારે જિલ્લા તરફથી સુનિયોજીત વ્યવસ્થા જળવાય તે માટેની કાળજી અને દરકાર લેવા માટે તેમણે અધિકારીઓને ઉપયોગી સૂચનો કર્યા હતાં. સ્થળની મુલાકાત લઈ અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, રસોઈ સ્થળ, પ્લમ્બિંગ વ્યવસ્થા, પાણીના ટેન્કર્સ, આરોગ્ય વ્યવસ્થા સહિતની બાબતોની વિસ્તારમાં ચર્ચા કરી અને આર.ટી.ઓ, પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.

સાગરદર્શન ખાતે યોજાયેલી મિટિંગમાં કલેક્ટરે ચિંતન શિબિરના આયોજન અંગે તમામ મુદ્દે ઝીણવટભરી ચર્ચા કરી ઈન્ટરનેટ કનેક્ટિવિટી, હોટેલ વ્યવસ્થા, વીજળીની સુવિધા, મંદિર દર્શન સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરની આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, જિલ્લા પૂરવઠા અધિકારી પારસ વાંદા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત માર્ગ અને મકાન વિભાગ, આર.ટી.ઓ, શિક્ષણ, આરોગ્ય, પી.જી.વી.સી.એલ સહિત સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags :
girsomanthnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement